________________
ગાથા ૪૭ મો]
૨૩
| (પ્ર)–ઉપરોક્ત ગાથામાં કથન કરેલું લક્ષણ જે સમાચારીમાં ન હોય, તે ગમે તેટલાં સુંદર નામવાળી હોય તો પણ અંગીકાર કરવા જેવી નથી, કેમકે- જૈનપ્રવચનમાં પંડિતપુરૂષોએ તેવી સમાચારીને પ્રમાણ માની નથી. ત્યારે તેવી સમાચાર માટે શું કરવું? એને ખૂલાસો કરવા માથાના ઉત્તરાર્ધથી શાસ્ત્રકાર ફરમાવે છે કે-ઝેરથી મિશ્રિત દુધની માફક તેને ત્રિવિધ ત્રિવિધે એટલે મન, વચન અને કાયાથી તજી દેવી. એવી સમાચારી કરવી નહિ, કરાવવી નહિ અને કરાતી હોય તેને વખાણવી નહિ. .
શાસ્ત્રકારના ટેકે. ઉપર આપણે જે વસ્તુ કહી ગયા તે જ હકીકતને શાસ્ત્રકાર મહારાજે આ ગાથામાં પુષ્ટ કરી છે. શાસ્ત્રના ટેકા વિનાની પ્રવૃત્તિને “સમાચારી ” અને તે પણ “તપગચ્છની સમાચાર” કહેવામાં આજે ભયંકર ભૂલ કરાય છે, તે આ ઉપરથી ચેખું માલુમ પડે તેવું છે. તેવી પ્રવૃત્તિ ગમે તેવા સુંદર નામે ચલાવાતી હોય તે પણ, વિષમિશ્રિત દુધની માફક તેને તુરત જ ત્રિવિધ ત્રિવિધ તજી દેવાનું આ શાસ્ત્રકાર ફરમાન કરે છે. આ ગ્રન્થકારને તપગચ્છ રૂપી મહેલના સ્તંભ સમાન લખીને જેઓ તેમના તરફ સવિશેષ ભક્તિ રાખનારા છે, તેઓ જે પિતાની ભક્તિમાં સાચા હોય તે તેમની ફરજ છે કે તેમણે આ ફરમાનને શાસ્ત્રવિરૂદ્ધ પ્રવૃત્તિ પિષવામાં અગ્રેસર બનીને ઉલ્લંઘવું જોઈએ નહિ.
શાસ્ત્રને વિરોધ હોવા છતાં જે આજે ઉદય-તિથિ વિરાધવાને અને તિથિ ન હોય તે દિવસે તિથિ આરાધવાને મત પ્રવૃત્તિ કે કહેવાતી પરંપરા” ના નામે પિષી શકાય