________________
ગાથા ૨૬ મી ]
૨૪૩
શાસ્ત્રમાં કહ્યું છે તે જ પ્રમાણે આચાર્યપરંપરાથી પણ એ લોકપ્રસિદ્ધ છે કે-શ્રી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા સાધુથી કરી શકાય છે. પર–પવા
આ જોઈને કોપાયમાન થયેલા અને મોહથી પુષ્ટ થયેલા કેટલાક એમ કહે છે કે- સાધુને તે યોગ્ય નથી પણ એ ગૃહસ્થનું કર્તવ્ય છે .પ૪
તેવાઓને તે સ્થાપનાચાર્યની પ્રતિષ્ઠા કરવી પણ કલ્પી શકશે નહિ. બીજું તેઓ આચાર્યપદાદિની પ્રતિષ્ઠા પણ કેમ કરે છે શાપપા
આ પ્રમાણે શ્રી જિનવચનને જાણનારા શ્રાવકેએ આચાર્યો પાસે સુખની હેતુભૂત જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. એવી શંકા નહિ કરવી કે શ્રી મહાનિશીથ આદિ શાસ્ત્રોમાં સાધુઓને દ્રવ્યપૂજાનો નિષેધ કર્યો છે, તે સાધુને પ્રતિષ્ઠા કરાવવી શી રીતે યોગ્ય ગણાય ?” કેમકે–પ્રતિષ્ઠા કાંઈ દ્રવ્યપૂજા રૂપ નથી, પણ પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજાના અભિપ્રાયથી પુષ્પાદિકથી જે પૂજા કરવામાં આવે તે ક્રિયાનું નામ દ્રવ્યપૂજા છે. ભાવપૂજાનો સંભવ પણ પ્રતિષ્ઠા પછી થાય છે, માટે એ કરવી ઉચિત જ છે. નહિ તે કપિલ આદિ મુનિવરેથી પ્રતિષ્ઠા કેમ જ થાત ?
ભલે એ સાધુથી કરી શકાય પણ શ્રાવક કઈ જિનપ્રતિમાનું પ્રતિષ્ઠાન કરે” એ વચનથી શ્રાવકને પણ કરવી યોગ્ય છે તે ખરીને ?' આવું જો તમે કહેતા હે, તો તમારે સમજી લેવું જોઈએ કે-પ્રતિષ્ઠા પન” શબ્દમાં પ્રેરક પ્રત્યય હોવાથી પ્રતિષ્ઠા કરાવે એ એને અર્થ છે, પણ પ્રતિષ્ઠા કરે એવો અર્થ નથી. જે એમ કહેવામાં આવે છે કે શ્રી તિલકાચાર્યની ટીકામાં શ્રી ભરત મહારાજે વાર્ધકીરત્ન પાસે જિનમંદિર કરાવ્યું અને તેમાં સોનારત્નની ચોવીસે ભગવાનની શાસ્ત્રોક્ત વર્ણ તથા પ્રમાણવાળી પ્રતિમાઓની પિતે પ્રતિષ્ઠા કરી. એ વચનથી શ્રાવકને પણ પ્રતિષ્ઠા કરવી યોગ્ય ( ૧૨૧-“સાવો દ નિરિમા રિત્તિ वचनात् (पृ० ४९)