________________
ગાથા ૬૨ મી ]
૨૪૭
જેવી રીતે એ નદી કેટલીક જગ્યા ઉપર વહેતા પાણીથી ઢંકાયેલા ગૂઢ કહવાળી હોય છે, તેવી રીતે આ નદી પણ કેટલેક સ્થાને કેવળ હેતુ માત્ર કરીને વ્યંજિત કરેલા અનુમાન રૂપી ગૂઢ કહવાળી છે.
જેવી રીતે લોકપ્રસિદ્ધ નદી સૂર્યાદિના તાપથી તપેલા મનુષ્યોને પ્રીતિ કરનારી છે, તેવી રીતે આ તત્ત્વતરંગિણી નદી “તિથિની
જ્યારે હાનિવૃદ્ધિ હોય ત્યારે કઈ તિથિ ગ્રહણ કરવી અને કઈ તિથિ છોડી દેવી-એવા પ્રકારની શંકા રૂપી તાપથી તપેલા ભવ્યાત્માઓને તેમની શંકાને નાશ કરનારી હોવાથી પ્રીતિ ઉપજાવનારી છે.
જેવી રીતે પેલી નદી આમતેમ વાંકી થઇને પાછી સરલ વહેવાના સ્વભાવવાળી હોય છે, તેવી રીતે આ નદીમાં પણ ગાથાઓની સંગતિ રૂપ વક્ર થઈને સરલ ભાર્ગાનુયાયીપણું રહેલું છે.
જેવી રેતે એ નદી તુંબ આદિથી તરવા જેવી હોય છે. તેવી રીતે આ નદી પણ જેમણે ગુરૂકુલ સેવ્યું છે તેવા પંડિતપુરૂષોની શાસ્ત્રાવગાહિની બુદ્ધિ રૂપ તુંબીથી તરવા યોગ્ય છે, પણ ગુરૂકુલવાસ નહિ સેવનારા મૂર્ખ મનુષ્યની બુદ્ધિ રૂ૫ શલાથી કરી શકાય તેવી નથી.
તેમજ જે પ્રમાણે ઉપનામમાં કહેલી નદી સમુગામી હેવાથી “સમુદ્રરતિકા' કહેવાય છે, તે જ પ્રમાણે આ તત્ત્વતરંગિણી રૂ૫ ઉપમેય નદી પણ શ્રી જિનેશ્વર ભગવાનથી ઉત્પન્ન થયેલ દાનાદિ ધર્મરૂપ સમુદ્રમાં રતિ પામનારી છે . ૫૯-૬૦–૬૧૬૨ છે
__ १२२इति सुविहिताग्रणि-श्रीमत्तपोगणनभोनभोमणि-श्रीविजयदानसूरीश्वरशिष्योपाध्याय-श्रीधर्मसागरगणि-विरचितस्वोपज्ञतत्त्वतरङ्गिणीवृत्तिः समाप्ता
૧૨–ગ્રન્થની સમાપ્તિ પછી મુદ્રિત પ્રતમાં આ લેખ નથી, પણ જુની હસ્તલિખિત પ્રતમાં એ અક્ષરશઃ લખેલો છે. આ લેખમાં એમ લખ્યું છે કે-“સુવિહિત નાયક શ્રી તપગચ્છ રૂપી આકાશમાં સૂર્યસમાન આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી ધર્મસાગર ગણિએ રચેલી અને શ્રી વિજયદાનસૂરી