________________
ગાથા ૪૬ મી]
૨૩૭
પ્રવૃત્તિ આચરણા રૂપે માન્ય કરવા લાયક ઠરે છે. હાલમાં પુનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની ચાલતી પ્રવૃત્તિ ક્યા પ્રામાણિક પુરૂષથી શરૂ થઈ છે તેનાજ પત્તો નથી. આગમ સાથે તેના અત્યંત ખાધ આવે છે, અને તેના આધારે એક એર નિવન કરવામાં આવતી ભાદરવા શુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની અથવા ચેાથની ક્ષયવૃદ્ધિ ખીજા આચાયનિ સંમત પણ નથી. આ પરિસ્થિતિમાં એવી પ્રવૃત્તિને તપગચ્છની સમાચારી કે પરંપરાનું નામ ઠાકી એસાડવુ, તે શુદ્ધ સમાચારી પ્રત્યે અનાદર સૂચવનારૂં છે, એટલુંજ નહિ પરંતુ તેને લકિત કરનારૂં છે.
શાસકર્તાની મનાઇ.
તપગચ્છ સમાચારીના, કહા કે શુદ્ધ પરંપરાના જેએ ભક્ત છે, તેમને આ શાસ્ત્રના પરમાર્થના વિચાર કર્યાં પછી એ માન્યા વિના છૂટકો જ નથી કે પુનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ હાલમાં કરાતી તેરસની ક્ષયવૃદ્ધિ ખાટી જ છે, તે ઉપરાંત શેષ -પ તિથિની ક્ષયવૃદ્ધિ એ પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિ માની લેવાની ચાલતી પ્રથા પણ ખેાટી જ છે, અને એ ઉપરથી ભાદરવા શુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ભાદરવા શુદ ત્રીજ અથવા ચેાથની ક્ષયવૃદ્ધિ કરવા માટે સેવાતા આગ્રહ પણ તદ્ન અાગ્ય જ છે.'
એટલે પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ કરવામાં આવતી તેરસની ક્ષયવૃદ્ધિ આદિની પ્રથા હવે મૂલમાંથી જ ફેરવવા જેવી છે અને શાસ્ત્રાક્ત શુદ્ધ સમાચારી અથવા પ્રાચીન પર