________________
ગાથા ૪૪ મી ]
૨૨૯ ગાથા ૪૪ મી : ગ્રન્થકારની ટીકા. ઉપલો વિચાર સેવનારાઓ કેવા છે તે પણ જણાવે છે– ते पलिं पालंता, चोराणं रायलच्छिहरगाणं । अप्पाणं च कयत्थं, मुणंति मोहेण गयसण्णा॥४४॥
(પ્ર.)-પૂર્વે કહેલા આશયવાળાઓ, રાજ્યલક્ષ્મીને હરનારા ચોરોની પલ્લીને પાળતા થકા મોહથી વિચારશન્ય બનીને પોતાના આત્માને કૃતાર્થ માને છે. રાજાથી પિતાને મરણ આદિ નુકશાન થશે તે તેઓ જોતા નથી. અહીં રાજાના સ્થાને શ્રી તીર્થકર ભગવાન છે. શાએ કહેલા અર્થો લક્ષ્મીને ઠેકાણે છે, અને તેનું હરણ કરનારા ઉસૂત્રભાષિઓ છે, ઈત્યાદિ ઉપનય વાચકોએ સ્વયં જેડી લેવો.
શ્રી જિનમાર્ગથી વિરૂદ્ધ કદાગ્રહ પિષનારાઓની દશા આટલા કડક શબ્દમાં શાસ્ત્રકારને એટલા જ માટે વર્ણવવી પડી છે કે–તે વિચારીને તેઓ પિતાના અને પરના ભલાને માટે હજી પણ જાગ્યા ત્યાંથી સવાર ગણે. તેઓની સ્વયં આ દશા હેવા છતાં જ્યારે તેઓ બીજા સાચાઓ ઉપર આક્ષેપ કરવા નીકળે છે, ત્યારે તે તેમની આ વિપરીત દશા અતિશય અધમ જ બની જાય છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. ૫૪૪
ગાથા ૫ મી: કચી સમાચાર પ્રમાણ મનાય?
ગચ્છભેદથી કેટલીક સમાચારીઓ ભિન્ન પણ હોય છે. તે તમામનું અપ્રામાણિકપણું ન થઈ જાય તે આશયથી “કયી સમાચારી