________________
૨૨૨
[ તત્ત્વતરે
દિવસ આચરવાનાં નથી.” તે તિથિએ પૌષધાદિને નિષેધ વાચક નથી, પણ ચતુષ્પવિ દિવસ તે નિયમે કરીને લેવાનું જણાવે છે અને બાકી અનિયમે કરીને લેવાનું જણાવે છે. અને તે અનુદાન પણ દીક્ષાદિકની માફક કાયમનું નથી, એ જણાવવા માટે “પ્રતિદિવસ આચરણીય નથી' એમ કહેલું છે. શાસ્ત્રકારે એ કથનથી કાલનિયમ દર્શાવ્યો છે. “પ્રતિદિવસે તે કરવા ગ્ય નથી' એવો એને અર્થ નથી, પણ એને અર્થ એ છે કે આજે કરેલો પૌષધ અથવા અતિથિસંવિભાગ બીજે દિવસે ચાલતો નથી. બીજે દિવસે કરો હોય તે ફરીથી પચ્ચખાણ-ઉચ્ચાર આદિ કરવા જોઈએ.'
તમોએ પણ પર્વતિથિ શિવાયની બીજી તિથિઓમાં પૌષધ સ્વીકારેલો છે. ક્ષીણઆઠમને પૌષધ સાતમ કે જે અપર્વતિથિ છે, તે દિવસે કરનારા તમે શેષતિથિએ પૌષધાદિ સ્વીકારને અપલાપ કરી શકે તેમ નથી.
હાલમાં જેઓ આ શાસ્ત્રકારના પાછળ આવી ગયેલા તેરસને તેરસ કહેવી નહિ એવા આપક્ષિક અક્ષર ઉપરથી, શાસ્ત્રકારે જણાવેલી અપેક્ષા પડતી મુકીને, ક્ષીણતિથિના બદલામાં પૂર્વતિથિને ક્ષય જ કરે એવું જણાવવાને ઉતાવળા થાય છે, તેઓને શાસ્ત્રકાર મહારાજના ઉપલા વચનથી સમજાશે કે–એ માનવું તદ્દન ખોટું છે. કારણ કે-જે પૂર્વતિથિને ક્ષયજ કરાતે હોત તો આઠમને બદલે સાતમને ક્ષય થયેલે હેવાથી, શાસ્ત્રકાર અહીં અપર્વતિથિ રૂપ સાતમે પૌષધ સ્વીકારની આપત્તિ વાદીને શી રીતે આપી શકત? શાસ્ત્રનાં પૂર્વાપર વાકયે મેળવીને તેની અપેક્ષા ઉડાવ્યા વિના સદ્દબુદ્ધિથી જે તેઓ શાસ્ત્રના નામે બેલવા તૈયાર થતા હોય, તે તેમને ખેટા પડવું ન પડે અને સત્ય વસ્તુને વિરોધ કરવાનું પાપ પણ વહારવું ન પડે.