________________
ગાથા ૩૨ મી]
૨૧૭ વિદ્યમાન હોવાથી તેને અમે કેમ વિરાધીએ ?” કારણ કે-શ્રી જિનાગમ સાથે જેનો વિરોધ ન હોય તેવી જ આચાર્યપરંપરા આદરણીય છે. શ્રી વ્યવહારભાષ્યમાં કહ્યું છે કે- જે આચરણ વિધવાળી સાવદ્ય હોય તેનાથી વ્યવહાર થતો નથી, જે અસાવદ્ય હોય તેનાથી જ વ્યવહાર કરાય છે.”
વિરોધવાળી આચરણ અપ્રામાણિક. જે એમ માનવામાં ન આવે, તે માસિકલ્પ, સ્ત્રીઓને પૂજા ઇત્યાદિ શાસ્ત્રવિહિત બાબતોને ઉચ્છેદ કરનારે કહેલી સમાચારીને પણ પ્રમાણ માનવાને પ્રસંગ આવી પડે.
આથી જ હાલમાં પુનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ માનવાની જે આગમવિધી આચરણ કહેવામાં આવે છે, તે સાવદ્ય છે–પાપવાની છે. અને તેના આલંબને ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ, જે ત્રીજ અથવા ચોથની ક્ષયવૃદ્ધિ કરવાનું કેટલાક તરફથી કહેવામાં આવે છે તે પણ એટલું જ સાવદ્ય છે, માટે તે સર્વથા ત્યાજ્ય છે.
જે સમાચારી પ્રમાણ માનવાની હોય છે તે આગળની ગાથામાં દેખાડીશું. શ્રી તીર્થકર મહારાજની આજ્ઞા અનુકરણીય છે,
નહિ કે કિયા. એમ નહિ કહેવું કે– શ્રી તીર્થંકર મહારાજે પંચમ્યાદિ દિવસે પર્યુષણકૃત્ય કર્યું છે, માટે અમે પણ તેજ પ્રમાણે કરીએ એમાં ૧૦૪ ની રાવ , ને તેમાં લીપ હોદ રવાના
जं जीअमसावज्जं, तेण उ जीएण ववहारो ॥ ત્તિ ટચમાગે” (પૃ. ૨૪)