________________
ગાથા ૨૬ મી ]
૨૦૩
નિરૂપયેગી થઈ શકતો નથી. લોકમાં પણ વિવાહાદિ કાર્યો માટે નિરૂપયોગી થતો અધિક માસ “હંમેશનાં ભજનાદિ કાર્યો માટે પણ નિરૂપયેગી બને છે એવું કોઈનાથી પણ કહી શકાશે નહિ. નપુંસક પણ તેવા પ્રકારની સંતતિ ઉત્પન્ન કરવાને અસમર્થ છે, તેથી સર્વત્ર અસમર્થ છે' એમ કદાપિ કહી શકાશે નહિ. તે તમે પોતે જ વિચારો. એજ પ્રમાણે તિથિવૃદ્ધિમાં પણ પહેલી તિથિ માટે સમજી લેવું.
નિરૂપયોગીતા. વળી જૈનટીપણાનુસારે પણ આવતા અધિક માસને જૈનશાસ્ત્રમાં શું સર્વત્ર ઉપયોગી ગણ્યો છે ? જે સર્વત્ર કહેશો તે
માસી–ખામણમાં જે ચાર માસ' વગેરે બોલાય છે અને સંવત્સરીખામણાંમાં જે બાર માસ' વગેરે બેલાય છે, તેને બદલે પાંચ માસ” અને “તેર માસ” વગેરે બોલવું જોઈએ. એમ થતાં ઘણેજ ગોટાળો થશે, કારણ કે-પાંચ વર્ષના એક યુગમાં પહેલા અને ચોથા વર્ષમાં શુદ્ધ અગીયાર મહિના આવે છે, બીજા અને પાંચમા વર્ષમાં તેર માસ થાય છે અને ફક્ત ત્રીજા વર્ષમાં શુદ્ધ બાર મહિના આવે છે. એટલે શ્રી પાક્ષિકચૂર્ણિમાં કહેલો બાર મહિના, ચોવીશ પખવાડીઆ” આદિ ખામણાને પાઠ બધા સંવસરી પ માટે સત્ય નહિ થાય, પણ એકને માટે જ થશે. તમે એમ કહેશો કે–સર્વત્ર ઉપયોગી નથી પણ પર્યુષણ પર્વ અંગે ઉપયોગી છે, તો તે પણ અયુક્ત છે, કારણ કે-શાસ્ત્રમાં તેવા અક્ષર નથી. અભિવર્ધિત વર્ષમાં વીસ દિવસ આદિ શ્રી નિશી
८६- 'बारह मास चउवीस पक्ख' इत्यादिकः क्षामणा છાપ પાક્ષિક-ગુર” (પૃ. ૨૨).
८७-" अभिवडियंमि वीस-त्ति निशीथभाष्योक्तत्वात्' (પૃ. ૨૨)