________________
ગાથા ૨૪-૨૫ મી]
૨૦૧ (પ્ર)-લામાં “એક દિવાલી આદિથી બીજી દિવાલી આદિ કેટલા દિવસે થાય છે એવા પ્રકારનું પ્રમાણ વિચારતી વખતે દિવાળી ભૂમિદહ, અક્ષયતૃતીયાદિ પર્વોમાં અધિક માસ ગ્રહણ કરવામાં આવતો નથી. ર૩ ગાથા ૨૪-૨૫ મી લોકેત્તરમાં અધિક માસની અપ્રમાણતા.
હવે લોકોત્તર ઉદાહરણને સૂચવનારી બે ગાથાઓ ફરમાવે છેलोकोत्तर अट्ठाहियकल्लाणग चाउमासवासेसु । आसाढे दुपयाई, दाहिणअयणाइमासेसु ॥२४॥ वुड्डावासठियाणं, नवखित्तविभागकरणमाईसु । विहलो अहिओ मासो, गिहिणायं चेव मोत्तूणं॥२५
(પ્ર.)-શ્રી જિનપ્રવચનમાં પર્યુષણાદિ પર્વ સંબંધી અઠ્ઠાઈઓ, જિનજન્માદિ કલ્યાણ, ચોમાસીઆ, સંવત્સરી પર્વ, પિરિષી આદિ પ્રમાણ માટે જણાવેલ આષાઢાદિ માસમાં છાયા, તેનું પ્રમાણ, દક્ષિણાયન, તેનું પ્રમાણ, ઉત્તરાયન, તેનું પ્રમાણ, તેમજ વૃદ્ધવાસ રહેલ સાધુને ક્ષેત્રના જે નવ વિભાગો કરવા તે, ઈત્યાદિ સર્વમાં અધિક માસ નિષ્ફળ ગણ્યો છે. આ સંબંધી યુક્તિ અમે આગળ જણાવીશું. આ પ્રમાણે ઉત્સર્ગનું નિરૂપણ કરીને હવે અપવાદનું નિરૂપણ કરતાં જણાવે છે કે- સાધુ ચોમાસું રહ્યાનું ગૃહસ્થને જણાવે તે વિધિમાં અધિક માસ ગણાય પણ છે. અર્થાત તેને છોડીને બાકી ઉપર ગણવેલાં કાર્યાદિકમાં તે નથી ગણતો માર૪-૨૫
ગાથા ૨૬ મીઃ અપવાદ ગ્રન્થ. ઉપર ૨૫ મી ગાથાના છેલ્લા ભાગમાં જે અપવાદ કહ્યો તેને પ્રમાણ ઠરાવનાર ગ્રન્થ જણાવવા માટે નીચેની ગાથા કહે છે.