________________
ગાથા ૧૭ મી ].
૧૫
+ હ ,, ૧ ૧ '* *
* *
* * * *
* * *
શબ્દ છે. અને વૃદ્ધિ-પ્રસંગમાં તેને અર્થ “બીજી તિથિ થાય તે તમે પણ માનેલું છે. શાસ્ત્રના આવા સીધા અને સ્પષ્ટ પાઠોને પણ જે ન માને અને તેનાથી ઉલટી વિપરીત અર્થસિદ્ધિ કરે, તેને તે સાક્ષાત્ કેવળી ભગવાન પણ શી રીતે સમજાવી શકે તે અમે કહી શકતા નથી. આ પાઠ ઉપરથી હાલની રૂઢી કે જે પુનમ-અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ પણ કરે છે, તે એક કરતાં વધારે વખત શાસ્ત્રવિરૂદ્ધપુર વાર ઠરે છે. એવી રૂઢીને કિવા પ્રવૃત્તિને વળગવું એ સારી જમીન ઉપરથી નીચે પડી જવા સમાન છે. જ્યારે પુનમ-અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવી શાસવિરૂદ્ધ છે ત્યારે ભાદરવા શુદ પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરવી તે સુતરાં વિરૂદ્ધ છે, એ કહેવાની આવશ્યક્તા વધારે રહેતી જ નથી.
પહેલી-બીજીની વ્યવસ્થા. (પ્રશ્ન)-બે પુનમ અથવા અમાસ હોવા વિશે આ પાઠ તે જબરજસ્ત પ્રકાશ પાડે છે. ત્યારે શું એ જ સિદ્ધાંત છે કે–પુનમ-અમાસ બે હોય તે બે માનવી?
(ઉત્તર)–હા, એવો જ છે. કેઈ પણ પર્વતિથિની વૃદ્ધિ થયેલી હોય ત્યારે તે પણ એમજ મનાય.
(પ્રશ્ન)-પણ એક-બે ભંડારમાં પૂનમના ક્ષયે તેરસે ચૌદશ કરવા બાબત પાનાં હોવાને અમારી પાસે આધાર આવે છે. શું તેના ઉપર આધાર ન રખાય ?
તિથિવિચારને આધાર. (ઉત્તર)-એ પાનાં તેર બેસણાના પાનને અનુવાદ છે