________________
ગાથા ૨૧ મી] ઉલટી ભલામણુ જ કરવામાં આવી છે, કેમકે તેરસની વૃદ્ધિ માનવા કરતાં બે પુનમે રાખવી એ જ શાસ્ત્ર સિદ્ધ વસ્તુ છે શા માટે તેરસની વૃદ્ધિ માનનારાઓની આખે આ નથી દેખાયું ? કહેવું જ પડશે કે બેટે મતાગ્રહ. આ સિવાય એ પાનામાં ઉદય તિથિ ન માનનારને આજ્ઞાભંગ આદિ દોષે પણ બતાવવામાં આવેલા જ છે.
સંપાદકનું ડહાપણુ.
આજના મતાગ્રહીઓ પોતાના દુરાગ્રહને પિષવા માટે પારકા માં પણ ક્યાં સુધીની ઘાલમેલ કરે છે, તેને એક સારા જે નમુને આ પાનાના સંપાદકે પૂરે પાડો છે. એ પાનામાં લખ્યું છે કે–“તિથીનાં વૃદ્ધિવ ન મસિ” ભાવાર્થ-જૈન ટિપણામાં પર્વ તિથિની વૃદ્ધિ થતી નથી સંપાદકે એમાંથી “પર્વ' શબ્દને ઉડાવી મોટા કાટખુણામાં [ 1 નાખી દીધા છે કેમકે સંપાદકને મત કોઈ પણ તિથિની વૃદ્ધિ ન થાય એવે છે! છે આમાં કંઈ સત્યની પરવા? કિંવા છે આમાં જરાયે શાસ્ત્રને પ્રેમ? મતભેદ હોય છતાં ડાહ્યા મનુષ્યનું એ કર્તવ્ય નથી કે તેમણે પિતાને કદાગ્રહ છે માટે સત્યને ઢાંકી દેવું, પણ સરળતાથી સત્ય જણાય તે સ્વીકારવા માટે હમેશાં ઉદાર મનવાળા બનવું જોઈએ. જૈનશાસ્ત્રના નિયમ પ્રમાણે તે સૂર્ય માસની અપે. ક્ષાએ જ્યાં તિથિ માત્રની વૃદ્ધિ થઈ જ શકે છે ત્યાં તિથિની કે પર્વ તિથિની વૃદ્ધિ થાય નહિ' એમ કહેવું એ સત્યથી વેગળું જ છે.