________________
,
,
,
,
,
,
,
,
,
, *
૧૯૮
[ તવતરું એ પાનામાં “ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ હોય ત્યારે ત્રીજની વૃદ્ધિ કરવી એવું કયાંય લખ્યું નથી છતાં એના ભાષાંતરમાં સંપાદકે પાછળથી એ પણ લખી દેવાનું સાહસ કર્યું છે કે–“ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિએ ભાદરવા સુદ ત્રીજની વૃદ્ધિ કરવી!” આ કેવળ તે ઉતાવળા સંપાદકની શાસ્ત્રનિરપેક્ષ મતિ કલ્પનાનું એક ઘરતમ પરિણામ છે, આ ઉપરથી સુજ્ઞ વાચકે સમજી શકશે કે સ્વાર્થિ મતાગ્રહીઓ પિતાના દુરાગ્રહને ટકાવવા માટે સાહિત્યને પણ કેટલું વિકૃત કરે છે, એવી વસ્તુઓ ઉપર વજન આપતા પહેલાં કેઈપણ સત્ય પ્રેમીનું દીલ જે આંચકો ખાય છે તેમાં લેશ માત્ર નવાઈ પામવા જેવું નથી.
તિથિનું કાર્ય તે જ્યાં હોય ત્યાંજ કરે
શ્રી જિનવલ્લભે પૌષધવિધિ પ્રકરણમાં પફિખચોમાસી વિગેરે તેના દિવસે જ થવાં જોઈએ એમ કહ્યું છે તે શ્રી શાસ્ત્રકાર પાછળ ગાથા પાંચમીમાં જણાવી ગયા છે. એ વસ્તુ સિદ્ધાંત સાથે મળતી હોવાથી વાદીને પુનઃ તેવી જ ભલામણ કરતા કહે છે કે
ચૌદશ વિના માસી-પડિકમણું ન કરવું એ વચન પૌષધવિધિ પ્રકરણમાં પણ સ્પષ્ટ કહેલું છે. માટે જે તિથિનું તમારે કાર્ય કરવું હોય તે તિથિની સમાપ્તિ જે દિવસમાં હોય તે દિવસે જ કરે, પણ તિથિ વિના બીજે દિવસે ન કરે. શ્રી કાલિકાચાર્ય મહારાજનું યુગપ્રધાનપણું શ્રી ચૂર્ણિકારાદિ શાસ્ત્રકારોએ સ્પષ્ટ કહેલું જ છે, તે અમે આગળ દેખાડીશું પણ ખરા. ઈતિ ગાથાર્થ છે ૨૦-૨૧ છે