________________
૧૬૦
[તત્ત્વતર કરીએ છીએ. આ ચૌદશ અને બેસતા વર્ષની એકમ વચ્ચે ખાસું એક અમાસનું આંતરું પડી ગયું. ત્યાં તમે
વચમાં આંતરું ન જોઈએ” એ દલીલ કરીને અમાસે દિવાળી કેમ કરતા નથી? અથવા ચૌદશે દિવાળી કરી તે અમાસે બેસતું વર્ષ કેમ બેસાડતા નથી ? દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે અમાસ જેવું એક વિજાતીય અંતર તમે ચલાવી લે છે, તેમાં તમને કશી હરક્ત લાગતી નથી; અને ચોથપાંચમ વચ્ચે જ્યાં વિજાતીય આંતરૂ તલ માત્ર નથી ત્યાં તમે પહેલી પાંચમના આંતરાને સહન કરી શકતા નથીતમને તે હરકત કરે છે, એથી અમને અજાયબી થાય છે. જેમ ત્યાં શ્રી ઉમાસ્વાતિ મહારાજના વચન પ્રમાણે દિવાળી કરતાં વચમાં અમાસ ખાલી રહે તે બાધક નથી, તેમ અહીં પણ “વૃદ્ધ...૩ત્તરા” એ શ્રી ઉમાસ્વાતિ મહારાજના વચન પ્રમાણે પાંચમની વૃદ્ધિએ બીજી પાંચમને દિવસે પાંચમનું કાર્ય કરતાં, સંવત્સરીની ચોથ અને બીજી પાંચમ વચ્ચે એક પહેલી પાંચમ ખાલી રહે તેની કશીજ હરકત નથી. શાસ્ત્રમાં પાંચમ પહેલાં ચેાથ જોઈએ એમ કહ્યું છે, પરંતુ તમે જે દિવસે પાંચમ પર્વતિથિ કરે તે દિવસથી અનન્તર પૂર્વે જોઈએ” એમ કહ્યું નથી. જો એમ ન હેત તે આ શાસ્ત્રમાં અને અન્યત્ર પણ ભાદરવા સુદ પાંચમના ક્ષયને એથમાં સમાવી દેવાનું શાસ્ત્રકાર ન જણાવત. ત્યાં તે પાંચમ પર્વતિથિ જૂદી રહેતી જ નથી. ત્યાં તમે ચોથને અનન્તર પૂર્વે શી રીતે લાવી શકશે? માટે તમે જે અનન્તર પૂર્વે ક છે તે બેઠું છે. તત્ત્વ એટલુંજ છે કે