________________
ગાથા ૧૭ મી]
૧૮૩ એક દિવસ ખાલી રહે છે. એ બને દિવસે પહેલી તથા બીજી પુનમ તરીકે ઓળખાય છે. સંવત્સરીની ચોથ કે ચૌદશ આદિ તિથિને જે ક્ષય ન હોય કે વૃદ્ધિ પણ ન હોય, ત્યારે તે ઉદયતિથિ ગણાય છે. તે દિવસે તે જ તિથિ કહેવાય છે, તેની સમાપ્તિ પણ તેજ દિવસે થાય છે, એટલે તે જ દિવસે તે તિથિ આરાધવાની છે.
આ ઉપરથી તમને સમજાશે કે-પાછળ અમો આ ગાથા જેવાની પરગચ્છીને અને તમને પણ જે ભલામણ કરી ગયા હતા તે વ્યાજબી હતી. તેઓ ચૌદશના ક્ષયે પુનમે ચૌદશ કરવાનું કહેતા હતા તે આ નિયમ મુજબ થઈ શકે નહિ, કારણ કે–પુનમે ચૌદશની ગંધ માત્ર નથી. તમે પુનમ-અમાસના ક્ષયે તેરસે ચૌદશ તેમજ ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજે ચોથ મનાવતા હતા તે પણ થઈ શકે નહિ. કારણ કે-તેરસે અને ત્રીજે ચૌદશ તથા ચોથને સામાન્ય ભેગ હોવા છતાં સમાપ્તિસૂચક ભેગ નથી, કેમકેબીજે દિવસે તે તિથિએ ઉદયમાં આવે છે. જે સમાપ્ત થઈ ગઈ હતી તે બીજે દિવસે ઉદયમાં આવતા નહિ. આજ કારણથી વૃદ્ધિમાં પહેલે દિવસે આ દિવસ તિથિને ભોગ માનીને તે આરાધવાનું પરવાદી જે માને છે તે અસત્ય છે, કેમકે–તે દિવસે તે તિથિ સંપૂર્ણ થતી નથી. અને પુનમ, અમાસ તથા પાંચમની વૃદ્ધિએ પહેલી પુનમ, અમાસ તથા પાંચમે ચૌદશ અને ચોથા આરાધવાનું તમે જે માને છે તે પણ અસત્ય છે, કેમકે–તે દિવસે તે તિથિઓની ગંધ પણ નથી. આને જ મળતી વાત ગાથા ૪ ની ટીકામાં પણ