________________
ગાથા ૧૭ મી ]
૧૮૯
जं णं आणायरणा भंगो अणवत्थमाइणो दोसा। जेसि जुगप्पहाणा, सिरिकालिगसूरिणोऽभिमया॥
(પ્ર.)-જે કદાપિ ચૌમાસી-ચૌદશનો ક્ષય હોય, ત્યારે પણ પૂર્વે કહ્યું છે તે પ્રમાણે તેસે જ તેનું કૃત્ય કરવું, પણ સૂત્રમાં પુનમ ચોમાસ-પર્વ તરીકે કહી છે તેવી ભ્રાતિ સેવીને પૂર્ણિમા ગ્રહણ કરવી નહિ. એનું કારણ જણાવતા બીજી ગાથામાં કહે છે-“કારણ કે શ્રી કાલિકસૂરિ મહારાજા યુગપ્રધાન તરીકે જેઓને અભિમત છે, તે આજ્ઞાતત્પર આત્માઓને માટે તો પૂર્ણિમાએ ક્ષીણચૌદશનું કૃત્ય સ્વીકારવાથી આજ્ઞા અને આચરણે બન્નેનો ભંગ થાય છે તથા અનવસ્થા અને પ્રામાણિક પર્ષદામાંથી પિતાનો બહિષ્કાર આદિ અનેક દોષ આવે છે,
આથી શાસ્ત્રકારે પુનઃ એજ સિદ્ધ કર્યું કે-હરકેઈ પર્વતિથિને ક્ષય આવી શકે છે, એ જ રીતે વૃદ્ધિ પણ આવી શકે છે. ક્ષય આવ્યો હોય ત્યારે પૂર્વતિથિ જ ગ્રહણ કરાય, પણું જેમાં એ તિથિ ન હોય તે તે ગ્રહણ કરાય જ નહિ. એજ પ્રમાણે વૃદ્ધિમાં ઉત્તરતિથિ જ ગ્રહણ કરાય, પરંતુ બદલે બીજી કઈ તિથિની વૃદ્ધિ કરીને ઔદયિક તિથિને ભંગ કરી શકાય નહિ. સૂત્રમાં પુનમે માસી અને પાંચમે સંવત્સરી કહેલી હોવા છતાં, સૂત્રાનુસારી આચરણથી ચૌદશે ચેમાસી અને એથે સંવત્સરી નિયત થઈ ત્યારથી પુનમ અને પાંચમ ચૌદશ અને ચેથ કરતાં મોટી તિથિ નથી પણ નાની જ છે. અને એથી જ એને પણ જ્યારે ક્ષય હોય ત્યારે તેને ચૌદશ અને ચોથા ભેગો સમાવવામાં આવે છે.