________________
ગાથા ૨૧ મી ]
૧૯૩
"
રતિથિમાં છે,' તેા તમારૂં આ કહેવું તદ્દન અસંભવિત છે તે તમે પણ જાણેા છે. નહિ તેા ટીપણુ જૂએ, અથવા તેના જાણકારને પુછેા પછી પેાતાની શુદ્ધબુદ્ધિથી વિચારીને હવે પુનમને દિવસે ચામાસી નહિ માનવી ' એવું અમારૂં યુક્તિયુક્ત વચન તમારે સ્વીકારવું. નહિ તે ઉપર બતાવ્યા પ્રમાણે પ્રવચન અને આચરણા બન્નેના ભૃંગની આપત્તિ તમને આવશે.
તમારા જે મિત્રા આજે પુનમ આદિની ક્ષયવૃદ્ધિએ તેરસ આદિની ક્ષયવૃદ્ધિ માનીને ચૌદશ ચાથ વરાધે છે, તેમને પણ ગ્રન્થકારશ્રીનું ઉપલુ કથન બરાબર બંધ બેસે છે. તેઓશ્રીની સલાહ સ્વીકારીને તેઓ પણ વિરાધનાના દોષમાંથી બચી જાય એવી અમારી આંતરિક અભિલાષા છે.
સમાચારોની કહેવાતી ગાથા વિષે.
.
આ ઠેકાણે શ્રી કુલમંડનસૂરિજીની સમાચારીના નામે એક ગાથા હાલમાં જે આગળ કરાય છે, તેને પણ વિચાર કરી લેવા અસ્થાને નથી. તે ગાથા નીચે કુટનેટમાં આપી છે. એ હેવા માગે છે કે “આષાઢ, કાર્તિક અને ફાગણ ત્રણ ચામાસી પુનમના ક્ષય હાય, ત્યારે તેરસના ક્ષય કરવા એવું શ્રી વીતરાગ ભગવાને કહ્યું છે.' હવે આ ગાથા મૂળ પ્રતમાંથી મળી આવી ડેાય તેવું હજી સુધી અમે જોઈ શકયા નથી. પાછળ દર્શાવેલ તેર બેસણાના
८१-" असाढकत्तीफगुणमासाण जा य पुन्निमा हुति । तास क्षयं तेरसी इय भणियं वियरागेहिं ॥ १॥" ( तेर बेसનાનું પાનું.)