________________
૧૮૪
[તત્ત્વતરું
અમે કહી ગયા છીએ. તમે સ્વયં વિચારે. શાસ્ત્રને આ સમ્યવાદ છે અને તેને અનુસરવું એજ શ્રી તપગચ્છની સમાચારી છે. પૂર્વ અને પૂર્વતર તિથિઓની ક્ષય-કૃદ્ધિ માનવી, ઉદય-સમાપ્તિવાળી તિથિઓને વિરાધવી, અને સમાપ્તિ રહિત તિથિને પ્રમાણે માનવી” એ મિથ્યાવાદ છે. તેને અનુસરવું તે શ્રી તપગચ્છની સમાચારી નથી પણ તેથી ભિન્ન અને અપ્રામાણિક વસ્તુ છે. એ પ્રમાણે ગાથાને અર્થ પુરે થયે ૧છા
ગાથા ૧૮ મી લેકવ્યવહાર.
ઉપલી ગાથામાં જે દિવસે તિથિ સમાપ્ત થતી હોય તે દિવસે તે તિથિ પ્રમાણ કરવાનું કહ્યું. આથી “તિથિની સમાપ્તિ પ્રમાણભૂત છે, પણ સમાપ્તિ વિનાને એકલો ઉદય અથવા સાદો ભેગ કે મિથ્યા આરોપ પ્રમાણભૂત નથી' એમ બતાવ્યું. એજ વિષય ઉપર લૌકિક દ્રષ્ટાંત જણાવવા માટે નીચેની ગાથા ફરમાવે છે– लोए वि अजं कजं, गंथप्पमुहं पि दीसए सव्वं । तं चेव जम्मि दिवसे, पुण्णं खलु होइ सपमाणं॥१८॥
(પ્ર.)-લોકમાં જે ગ્રન્થ પ્રમુખ કાર્યો દેખાય છે, તે સર્વે જે દિવસે સમાપ્ત કરવામાં આવ્યાં હોય તે જ દિવસ તે ગ્રન્થાદિ કાર્ય કર્યા તરીકે પ્રમાણ માનવામાં આવે છે. જેમકે અમુક સાલમાં,
૭૭–અહીં મુદ્રિતમાં “વાદદાત્તનિવાં નથી” એવો પાઠ આપેલો છે. લિખિતમાં “વિવાદોમદ” એ પ્રમાણે પાઠાન્તર છે.