________________
૧૭૪
[તત્ત્વતરં
રાખવું જોઈએ. ભાવ થઈ જાય તે વખતે ખાઈ લેવામાં હરક્ત નથી, મનને દુર્બાન થાય તે ઉલટું વધારે પાપ બંધાય.” છઠ્ઠો કહે છે કે “ક્રિયાકાંડને અમે ઈન્કાર કરતા નથી, પણ ભાવ વિના ક્રિયા કરવી નકામી છે. નિરસ ક્રિયાઓ કરવાથી શું ફાયદે? હૃદયના ભાવ છે તે બધું છે. મંદિર, મૂતિ વિગેરે નાહકની ધમાલે છે.”
દલીલના નામે હાલના જમાનામાં કરાતી છેતરપીંડીએના આ થડા નમુના છે.
છુપી નાસ્તિકતા.
જો તમે વિચાર કરશે તે તમને માલુમ પડશે કેઆ કહેનારાઓએ અહિંસા, સત્ય, સંયમ, શાસ્ત્ર, તપ, કિયા માનવાની જે વાત કરી છે તે દંભ માત્ર છે. અહિંસા વિગેરેને માનનારે, તે માનવાનું કહીને તેનું પાલન કરવાની રીતેને કદી વિરોધ કરી શકે નહિ અને તેનું ખંડન કરનારી રીતની હિમાયત કરી શકે નહિ. ઉપરની દલીલોમાં એજ કારવાઈ કરવામાં આવી છે. અહિંસાદિની જો શ્રદ્ધા હતી તે તેવું થાત નહિ. શાસ્ત્રકારે આવા વિચારોને ગુપ્ત નાસ્તિતા રૂપે ઓળખાવે છે. આવા માણસોને ધર્મનું વાસ્તવિક જ્ઞાન કશું હોતું નથી. વિષયની પૂરી માહિતી વિના બોલવું એ સમાજને ભયંકર દ્રોહ કરવા જેવું છે. જેટલું તમને જ્ઞાન હોય તેટલું તમે વિચારીને બેલે તે બુદ્ધિમાન મનુષ્યને તેની કિસ્મત થશે. આપણે જાણીએ છીએ કે કાયદાની વાતમાં બેલનારાઓને તેની પંક્તિઓની ગુલામી સ્વીકારવી