________________
૧૭૨
[ તત્ત્વતરે
جی
ميه ميه به بی بی
هو عمل به مرة ة
પર્વતિથિએના આવા ઉત્તમ આદર્શને આપણે અપનાવ. એક દિવસ પહેલાં થાય કે પછી થાય તેની માથાફેડ શું કામ કરે છે ? એથી મેક્ષ નજીક કે દૂર તે જતું નથી ને ? | (ઉત્તર )-મહાનુભાવ! આદર્શને નામે હાલના જમાનામાં આવી દલીલ થાય છે, પણ ફક્ત તે ધર્મની આચરણા સામે થાય છે લેકવ્યવહારમાં થતી નથી. ત્યાં જે એવી દલીલ કરતા હોય તે ખબર પડે કે તે કેટલી માયાવી છે? કોર્ટે કેસની તારીખ મુકરર કરી હોય, ત્યાં ઉપર આપી તેવી દલીલ કરનારે કઈ પણ વકીલ કે સેલીસીટર જન્મે નથી. તારીખને તે આદર્શ એ છે કે કેસનું સ્વરૂપ કૌટને સમજાવવું, બસ તેજ અપનાવ, કોર્ટમાં એક દિવસ પહેલાં કે પછી હાજર થવાની માથાફોડ શું કામ કરવી? એથી કર્ટ તરફેણમાં કે વિરૂદ્ધમાં ક્યાં જતી રહેવાની છે ? ” આવી દલીલ કરીને તમે શું કોર્ટની તારીખને તિરસ્કાર કરી શકે તેમ છે? નહિ જ. ખેડુત જેવા સાધારણ મનુષ્ય પણ એવી દલીલ કરવાની મૂર્ખાઈ નથી કરતા કે “આપણે તે બી વાવવાનું કામ છેને? એક દિવસ વહેલું કે મોડું થશે તેમાં શું બગડી જવાનું છે? પાક તે જે થવાને હશે તે થશે, કાંઈ પહેલું વાવવાથી વધારે અને પછી વાવવાથી ઓછો થઈ જવાને નથી.” પિતાને ધર્મિષ્ઠ અને તત્વજ્ઞાની માનનારા ધર્મ સેવવામાં જ્યારે આવી દલીલે કરે છે, ત્યારે તેઓ લેકેને છેતરવા માટે ફક્ત આડંબર બતાવનારા છે એમ માન્યા વિના છૂટકે થતો નથી.