________________
ગાથા ૧૭ મી ]
૧૭૧ બીજું અને કયું બીજું માટે દંડપાત્ર છે. તે પછી તેમણે એ ગામના બાલવૃદ્ધ સઘળાં પુરૂષને નીચા મસ્તકે લટકાવી વાડ બનાવીને આખું ગામ બાળી નાખ્યું. બીજા એમ કહે છે કે- એ વાડમાં જ બાલવૃદ્ધ સર્વને પૂરી બાળી નાખ્યા.”
સ્વમતિકલ્પનાથી લૌકિક આજ્ઞાના અનાદરનું જ્યારે આટલું બધું ભયંકર પરિણામ આવે છે ત્યારે કેત્તર આજ્ઞાભંગનું કેવું ભયંકર પરિણામ આવે તે તમે સ્વયં વિચારે. આજ્ઞા સૌથી મહાન વસ્તુ છે. તે કોઈ પણ ભેગે જળવાવી જ જોઈએ એવો શ્રી શાસ્ત્રકાર મહારાજને આગ્રહ છે. પાંચમ કે પૂનમ તથા અમાસ આદિની ખાતર ચેથ કે ચૌદશ આદિ ઉડાવવી તે જે મામલેકએ પિતાની બુદ્ધિથી આંબા ખાતર વાંસડા કાપી નાખ્યા હતા તેના જેટલું ભૂલ ભરેલું છે. શાસ્ત્રકારની આજ્ઞા જ જ્યારે ઉદયમાં રહેલી ચોથ ચૌદશને અબાધિત રાખવાની છે, ત્યારે “આંબા નહિ અને વાંસ કાપવા જોઈએ એવું ડહાપ વાપરવું તે અયોગ્ય અને અનિષ્ટ જ છે. આથી પણ એ પૂરવાર થાય છે કેપંચાંગમાં તિથિની ક્ષય કે વૃદ્ધિ થયેલી હોય, તેને બદલે બીજી તિથિની ક્ષય કે વૃદ્ધિ આપણાથી બીસ્કુલ કરી શકાય નહિ.
માયાવી દલિલેથી બચો.
(પ્રશ્ન)-સંવછરી પર્વની આરાધનાને આદર્શ તે એ છે ને કે ક્ષમાપના કરી આત્માની શુદ્ધિ કરવી?” બસ