________________
/
/
-
૧૮૦
[તત્વતરે નક્કી થયેલી બાબતે ત્યારે આ બધું જોતાં નક્કી થઈ જાય છે કે – (૧) તિથિની વૃદ્ધિ-હાનિમાં અમે જે પૂર્વ અને પૂર્વતર
તિથિની વૃદ્ધિ–હાનિ કરવાનું કહીએ છીએ, તે શાસ્ત્ર અને સમાચારોથી વિરૂદ્ધ છે. અને તેથી જ ભાદરવા શુદ પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરવી તે ખોટું છે, એથની વૃદ્ધિ કરવી તે પણ ખેઠું છે, તેમજ પૂનમ-અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ માનવી તે
પણ ખોટું જ છે. (૨) બેવડાયેલી તિથિમાં પહેલે દિવસે એ તિથિ આખો
દિવસ ભગવાય છે એવું ધારીને, ઈતર ગચ્છિાઓ એજ દિવસે તિથિનું આરાધન જે માને છે તેને આપણે અપ્રામાણિક માનીએ છીએ, કેમકે-શાસ્ત્રદષ્ટિએ ઈષ્ટ નહિ હેવાથી શાસ્ત્રકારે તેનું ખંડન કર્યું છે. તે જ પ્રમાણે પૂનમ અથવા પંચમ્યાદિની વૃદ્ધિ વિગેરેમાં પર્વતિથિની વૃદ્ધિ-હાની થાય નહિ એમ ધારીને, તેનાથી પૂર્વે આવેલી તિથિની તથા તેનાથી પણ પૂર્વે આવેલી તિથિની વૃદ્ધિહાનિ કરી ઉદયતિથિઓને વિરાધી નાખવી એ પણ અપ્રામાણિકજ છે, કેમકે પાછળ જોઈ ગયા તેમ શાસ્ત્રદ્રષ્ટિએ તે
અનિષ્ટ હેવાથી શાસ્ત્રકારે તેનું ખંડન કર્યું છે. (૩) સૂત્રના અર્થો સૂત્રકારે જે ક્ય હોય તે તે જ પ્રમાણે
કરવા જોઈએ. આડીઅવળી દલીલ કરીને શાસ્ત્રોક્ત સત્ય તરફ અણગમો ધરે જોઈએ નહિ.