________________
ગાથા ૧૭ મી]
૧૩૩
-૧ ,,, , -
૧૦૧ -1
તે તમારા મત પ્રમાણે “વૃદ્ધિમાં ઉત્તરતિથિની વૃદ્ધિ કરવી એ અર્થ કરવો જોઈએ. એટલે પુનમ વધી હોય ત્યારે તમારે એકમ બે બનાવવી જોઈએ. આ તમને કબૂલ થાય તેવું છે? નહિ જ. ત્યારે એ સ્પષ્ટ છે કે-તમે અર્થ કરે છો તે બેટે છે. એક બાજુ તમે “ પૂર્વના પાઠને અર્થ પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરી નાખવાને કહે છે, બીજી બાજુ પંચમી તથા પૂનમ આદિના પ્રસંગે પૂર્વતરતિથિની ક્ષયવૃદ્ધિ પણ કરી નાખવા તૈયાર થાઓ છે એ તે તમારા માનેલા અર્થ પ્રમાણે પણ અસત્ય જ છે. ત્યારે અમ જ કહે કે–તમારે ખુશીમાં આવે તે કરવું છે, શાસ્ત્રના ખરા નિયમની કશી દરકાર રાખવી નથી. પૂર્વ અને પૂર્વતરની ક્ષયવૃદ્ધિ કરવાને લેખ મૂળમાં નહિ હોવા છતાં તેમ કરવું તે પિતાના ઘરનું બેસી ઘાલેલું છે. શાસ્ત્રના ઘરનું નથી.
આરાધના નથી ઉડાવાતી કે નથી બેવડાતી
(પ્રશ્ન)-પૂર્વતિથિની આરાધના ઉડાવાય નહિ કે બેવડાય નહિ તે શું ખોટું છે ? | (ઉત્તર – ક્ષયમાં પૂર્વતિંથિએ આરાધના લેવાય છે. વૃદ્ધિમાં ઉત્તરતિથિએ આરાધના લેવાય છે. શાસ્ત્રકારની આ નીતિ એટલી બધી ચકખી છે કે-એમાં પર્વતિથિનું આરાધન નથી તે ઉડી જતું કે નથી બેવડાતું. જે એક જ તિથિનું બે દિવસ આરાધન કરવા જણાવ્યું હોત તે તમારે તક વ્યાજબી હતે; પણ તે એટલે વિચાર કર્યા વિના થયેલ હોવાથી ગેરવ્યાજબી છે.