________________
ગાથા ૧૭ મી]
૧૪૧
- જો તમે એમ કહે કે-“પર્વતિથિની પહેલાં પણ જો પર્વતિથિ હોય તે તેની પહેલાંની તિથિની ક્ષય અથવા વૃદ્ધિ કરવી, તે હાલની રૂઢી અગીયારસની ક્ષયવૃદ્ધિએ કલ્યાણકતિથિ દશમને ક્ષય અથવા વૃદ્ધિ કેમ કરે છે? અને તેની પહેલાંની ક્ષયવૃદ્ધિ કેમ કરતી નથી. એ પણ તમારે સુધારવું પડશે. આ બધું કરશે તે હાલ છે તેના કરતાં પણ અવ્યવસ્થા વધી પડશે જયાં બેલે ત્યાં વિરોધ આપનારી આ રૂઢીમાં કાંઈ એક—બે ખામી છે? ઢગલાબંધ છે. શાસ્ત્રના કાંઈ પણ આધાર વિનાની જેટલી પ્રવૃત્તિઓ હોય તે તમામને ફેજ આવે જ કરૂણ આવે છે. એક સાંધવા જાઓ ત્યાં તેર તુટે. રૂઢીને જો તમારે વ્યવસ્થિત કરવી હોય તે તેમાં તમે ઉપર સૂચવેલા સુધારા કરે. તે જે અશક્ય હોય તે એવી અવ્યવસ્થિત રૂઢીને તજી દઈ શાસ્ત્રના વ્યવસ્થિત ધોરણસર ચાલવામાં એકમત થાઓ. નાહક એને પરંપરાનું નામ આપીને શુદ્ધ પરંપરાની કિસ્મત ન ઘટાડે.
આ રૂઢીની નજરે વિચારીએ તે પણ તમારાથી ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરી શકાશે નહિ, કેમકે-પુનમ-અમાસ શિવાય પાંચમને માટે રૂઢી છે જ નહિ.
(પ્રશ્ન)-હાલની રૂઢી એટલી બધી કઢંગી છે, કે તેને માટે તમે જે કહ્યું તે સર્વ સાચું જ છે.
વિરૂદ્ધ પક્ષનું ખંડન. અને સંવત્સરી વિષેના વિરૂદ્ધ મતભેદમાં જે કોઈએ પાડ્યા હોય તે મૂખ્યતયા આ રૂઢીએ પાડ્યા છે. શાસ્ત્રના