________________
ગાથા ૧૭ મી]
૧૩૧ લખેલું છે. તેથી જ શું એ નથી સાબીત થતું કે-“આરાધવાની તિથિને સીધી ઔદયિક લાવવા માટે પૂર્વતિથિને ડબલ બનાવી દેવી ?
(ઉત્તર)-તિથિને સમાપ્તિસૂચક ઉદય જ પ્રમાણભૂત હોવાથી ઔદયિક તિથિનું ગ્રહણ કરીને શાસ્ત્રકારે વૃદ્ધિમાં બીજી તિથિને પ્રમાણભૂત ઠરાવી છે અને પહેલી તિથિને ફલ્સ' કહે કે અપ્રમાણભૂત ઠરાવી છે. એટલું જ એ પાડેથી સાબીત થાય છે. અમે આ બાબત પાછળ જણાવી પણ ગયા છીએ. “ઔદયિકી તિથિ લાવવા માટે વૃદ્ધિમાં પૂર્વતિથિને ડબલ બનાવી દેવી એવું એનાથી લેશ પણ સાબીત થતું નથી, કારણ કે-શાસ્ત્રમાં તેમ કરવાને જરાયે ઉલ્લેખ જણાતું નથી.
જા શબ્દની ચર્ચા (પ્રશ્ન)-શ્રી ઉમાસ્વાતિ મહારાજના વચનમાં “રા' શબ્દ પડે છે, તે એમ બતાવી આપે છે કે ક્ષય હોય તે પૂર્વ ક્ષય કરે જોઈએ અને વૃદ્ધિ હોય ત્યારે પૂર્વની વૃદ્ધિ કરવી જોઈએ!” | (ઉત્તર)–આ તમારું માનવું તદ્દન ભૂલભરેલું છે. ‘મા’ શબ્દ તે તિથિનું વિશેષણ છે અને તે “ક્ષયમાં પૂર્વતિથિએ અને વૃદ્ધિમાં ઉત્તરતિથિએ તિથિની આરાધના કરવાનું જણાવે છે, પણ પૂર્વતિથિને ક્ષય કે વૃદ્ધિ કરવાનું જણાવતે નથી.” શ્રીઉમાસ્વાતિ મહારાજના એ વચનનું તમે ઉત્તરાર્ધ તપાસો. તે વિચારવાથી પણ તમારી શંકા જતી