________________
[તત્ત્વતરં એક વર્ષમાં ૨૫ અથવા ૨૮ જ પડિકામણું હોય તેવું કયાંય જાણ્યું નથી. શાસ્ત્રમાં તે દિવસિ–રાઈ-પખિચોમાસી અને સંવત્સરી રૂપ પાંચ પડિકકમણાં કહેલાં છે.” અર્થાત જે બાર મહિનાની વીશ પખિ, ત્રણ ચામાસી અને એક સંવત્સરી મળી જૂદાં જુદાં ૨૮ પડિકકમણાં કર વાને નિયમ હોત, તે માસી ચૌદશના થતાં ત્રણ પખિ પડિકકમણાં કેમ ઓછાં થયાં તે સવાલ ઉભો થાત અથવા ૨૫ જ પડિકામણને નિયમ હોત તો ચોમાસી જ્યારે પુનમની હતી ત્યારે “૨૮ પડિકકમણાં કેમ થતાં હતાં એ સવાલને સ્થાન મળત. પણ તે તે નિયમ છે જ નહિ. નિયમ એ છે કે દેવસીને જ દેવસિ, રાઈના ટાઈમે રાઈ, પમ્બિને દિવસે પરિખ, ચોમાસીને દિવસે માસી અને સંવછરીના દિવસે સંવછરી પડિકકમણું કરવું. ત્રણ પરિખ ઓછી થવા છતાં આ નિયમને બાધ આવતે જ નથી. એ જ પ્રમાણે સચિત્ત-ત્યાગ, શીલપાલન આદિ તે તે તિથિના નિયમે, તે તે તિથિઓ જે દિવસે હોય તે દિવસે પાળવા એટલે નિયમ છે. પરંતુ જે દિવસે તે તિથિ ન હોય અથવા નકામી થયેલી હોય, તે દિવસોમાં પણ પાળવાજ એ નિયમ નથી. આ ઉપરથી વિવેકી મનુષ્ય સમજી શકશે કે–તમેએ ઉઠાવેલા તકે તકે નથી પણ કુતર્કો છે, અને એથી કંઈ પણ આડે માર્ગે ન દેરાય એ ઈચ્છવાગ્ય છે. સચિત્ત-ત્યાગાદિ નિયમથી મુંઝાવાની અનાવશ્યક્તા.
(પ્રશ્ન)-આ વાત બરાબર છે. જો આવું ન માનીએ તે માટે વધે આ ધારે કે-એક માણસે ૨૪ ભગવાનના