________________
[તત્વતરે હાલની પ્રવૃત્તિ અને પરંપરાને કાંઈ મેળ નથી.
હવે આપણે વિચારીએ કે-શું વર્તમાનકાળમાં ચાલતી પ્રવૃત્તિ આ લેખને બંધબેસતી છે ? કહેવું પડશે કે-નથી જ, કારણ કે હાલમાં . (૧) એકલી ચોમાસી પુનમના જ નહિ પરંતુ સર્વ પુન
મના યે તેરસને ક્ષય કરાય છે, જે ઉપલા લેખથી
વિરૂદ્ધ છે. (૨) બીજા માસની પુનમના ક્ષયે જે પડવાને ક્ષય કરે
જોઈએ, તે હાલમાં કરાતું જ નથી. એ પણ ઉપરોક્ત
લેખથી વિરૂદ્ધ છે. (3) અમાવાસ્યાને ક્ષયે પણ તેરસને ક્ષય કરાય છે, તે પણ
એ લેખથી વિરૂદ્ધ છે, (૪) પુનમ અથવા અમાસની વૃદ્ધિ હોય ત્યારે બે તેરસ
કરીને ૩૬ પળ કરતાં પણ વધુ ટાઈમ સુધી ઉદયમાં
રહેલી ચૌદશને વિરાધાય છે, એ પણ વિરૂદ્ધ છે. (૫) ભાદરવા સુદ પાંચમની ક્ષય કે વૃદ્ધિએ ભાદરવા સુદ
૩ કે ચોથને ક્ષય તેમજ ભાદરવા સુદ ૩ ની અથવા ભાદરવા સુદ ૪ ની વૃદ્ધિ કરવાનું આ લેખમાં કહ્યું નથી, છતાં તેમ પણ કેટલાકે કરવા માંડયું છે. તેઓ એ પ્રમાણે કરીને ઉદયાત્ સંવત્સરી ચેાથની સરીયામ
કતલ કરી નાખે છે, તે પણ આ લેખથી વિરૂદ્ધ છે. આટલી બધી રીતે હાલની પ્રવૃત્તિ એ તેર બેસણાના લેખ સાથે પણ મળતી નથી. ત્યારે હાલની પ્રવૃત્તિને