________________
ગાથા ૧૭ મો]
૧૧૭
વાંચન ી પણ આવી શકે નહિ. તેના જ કહેવા પ્રમાણે તમે જૂઓ- પહેલી તેરસે અડ્રાઈધર બેસે, બીજી તેરસ કે જે પહેલી ચૌદશની જગા પર મનાયેલી છે તે દિવસે પારણુ થાય. તે પછી ચૌદશ કે જે વાસ્તવિક ચૌદશ છે, તે તે પર્યુષણા અઠ્ઠાઈના ત્રીજા દિવસ તરીકે આવે છે. તે દિવસે કલ્પવાંચન થાય જ શી રીતે ? કલ્પવાંચન તા તે દિવસે થઈ શકે છે, કે જે દિવસથી ગણતાં પાંચમે દિવસે સંવત્સરી આવે, પાંચ દિવસ પહેલાં શ્રી કલ્પવાંચન .કરવું કદી કલ્પી શકતુ નથી. શ્રી કલ્પસૂત્રસુઐધિકામાં ફરમાવ્યું છે કે- ૬°પાંચ દિવસા અને નવ વ્યાખ્યાનાએ કરીને કલ્પસૂત્ર વાંચવામાં આવે છે.” શ્રીનિશીથરુણિ અને આવશ્યકાદિ શાસ્રોમાં પણ પાંચ દિવસોએ કરીને જ કલ્પસૂત્ર વાંચવાના વિવિધ ફરમાવ્યે છે. બીજી ચૌદશ કે જે અઠ્ઠાઈના ત્રીજો દિવસ છે, ત્યાંથી સવ સરી તે। છઠ્ઠું દિવસે રહી. એ દિવસે પાંચન ન જ થઈ શકે અને થતું પણ નથી. પાંચન અઠ્ઠાઈના ચેાથે દિવસે જ થઈ શકે અને થાય છે. એટલે તેણે જેમ ખતાવ્યુ છે તેમ ચૌદશની વૃદ્ધિ હેાય ત્યારે તા ચૌદશે ક૫ર્વાચન કદી આવી શકે જ નહિ.
(પ્રશ્ન) ત્યારે ?
१०-" पञ्चभिर्दिवसैर्नवभिः क्षणैः श्री कल्पसूत्रं वाचयन्ति । (શ્રી જલ્પસૂત્રનુંવોધિા, પૃ. ?)
११- “ आणागयं पंचरत्तं कढिज्जह" (श्री निशीथचूर्णि दशमो उद्देश)