________________
ગાથા ૧૭ મી ]
૧૧૫
ત્રીજા ઉલ્લાસમાં એ પ્રશ્ન છે કે-અષ્ટમ્યાદિ તિથિની વૃદ્ધિ હોય ત્યારે બીજે દિવસે તિથિનું આરાધન કરાય છે. પણ તે દિવસે પચ્ચખાણ વખતે તિથિ હી હોય છે, પછી તે નવમ્યાદિ લાગુ પડી જાય છે. પહેલે દિવસે જે કરવામાં આવે તે પચ્ચખાણ વખતે અને આખો દિવસ પણ તિથિ એજ રહે છે. માટે પહેલે દિવસે કરાય તે ઠીક.” આચાર્ય મહારાજ એને ઉત્તર આપે છે કે-“ ક્ષયમાં પૂર્વ તિથિ કરવી જોઈએ, વૃદ્ધિમાં ઉત્તરતિથિ કરવી જોઈએ— એવા શ્રી ઉમાસ્વાતિ મહારાજના વચન પ્રમાણે વૃદ્ધિ હોય, ત્યારે શેડી પણ આગલી એટલે બીજીજ તિથિ પ્રમાણભૂત છે.”
આ પાઠમાં શાસ્ત્રકાર મહારાજે આપણને સ્પષ્ટ કરી આપ્યું છે કે-(૧) તિથિની વૃદ્ધિ પણ થાય છે. (૨) તે પહેલી અને બીજી તરીકે ઓળખાય છે. (૩) પચ્ચખાણ વખતે ઉદયમાં હોય તે તિથિ પ્રમાણ લેવાય છે. (૪) એમાં
५७-अष्टम्यादितिथिवृद्धौ अग्रेतन्या आराधनं क्रियते। यतस्तद्दिने प्रत्याख्यानवेलायां घटिका द्वि घटिका वा भवति, तावत्या एवाराधनं भवति, तदुपरि नवम्यादीनां भवनात् सम्पूर्णायास्तु विराधनं जातं, पूर्वदिने भवनात् । अथ यदि प्रत्याख्यानवेलायां विलोक्यते तदा तु पूर्वदिने द्वितयमप्यस्ति, प्रत्याख्यानवेलायां समग्रदिनेऽपीति सुष्ठु आराधनं भवतीति प्रश्नोऽत्रोत्तरम्-'क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथो. त्तरा' इति उमास्वातिवाचकवचनप्रामाण्याद् वृद्धौ सत्यां स्व. ल्पाऽप्यनेतना तिथिः प्रमाणमिति ॥१८५॥ (श्री सेनप्रश्न, त्रीजो ૩ઢાર, પૃ. ૬૭)