________________
૮૬
[ તત્ત્વતર૰
એ મહાનુભાવને થયુ. ત્યાં હવે આપણે શું કરવુ? એટલા દિવસે આછા થાય, તે ન થાય એ માટે આપણે શું આખા પક્ષ, મહિના કે વર્ષ ફેરવી નાખવા ? પણ આકાશમાં થતું સૂર્યાદિ ગ્રહેાનું પરિભ્રમણ આપણા કબજામાં નહિ હેવાથી, આપણે ફેરવવા ધારીએ તેા પણ ફેરવી શકાય તેમ નથી. એટલે હવે ‘ક્ષીતિથિના સચિત્ત-ત્યાગ, શીલપાલન આદિ નિયમાનુ' શુ થશે ? ' એ દલીલમાં વજુદ કશુ રહેતુંજ નથી. ઉપર સિદ્ધ કર્યા પ્રમાણે પૂર્વ પતિથિના નિયમ ભેગા એ નિયમ કાંતે આવી જશે અથવા ક્ષીતિથિના તપ જે દિવસે જાદા કરવાને હશે તે દિવસે એ નિયમે સેવી લેવાશે, પણ એથી તિથિ જૂદી પાડવાની એક તલ માત્ર જરૂર પડશે નહિ અને સચિત્ત-ત્યાગ તથા શીલપાલન આદિ નિયમમાં પણ કશી ખેાટ જશે નહિ.
પરપરાના સવાલ.
(પ્રશ્ન)-ખરેખર, એક પણ એવા શાસ્ત્રાધાર નથી, કે જેથી પુનમના ક્ષયે તેરસના ક્ષય કરવા સાબીત કરી શકાય. એક પણ એવી યુક્તિ નથી, કે જેથી તે વ્યાજબી ઠરાવી શકાય. પણ તે કરવાની હાલમાં પરંપરા ચાલે છે, તે આપણે માન્ય રાખવી જોઇએ ને? ન રાખીએ તે પરપરાના લેાપ કર્યાનું પાપ ન લાગે ? જેમ પુનમના ક્ષયે તેરસના ક્ષય રવાની પ્રવૃત્તિ ચાલે છે, તેમ ભાદરવા શુદ પાંચમના ક્ષયે ભાદરવા શુદ ત્રીજના ક્ષય પણ થવા દે. પુનમક્ષયે તેરસ કરીને ઔચિક ચૌદશની વિરાધના ચલાવાય છે ને, ? તે જ