________________
૪૬
[ તત્ત્વતર
તેને હું આધાર તરીકે વળગી પડું', અને મૂળ ગ્રંથામાંથી ટેકા નથી મળતા તે તેને હું ન માનુ-ભંડારી રાખું,’–એ આ શાસનમાં ચાલી શકે તેવું નથી.
પુનમના ક્ષયે તેરસ ન થાય તેની ચર્ચા.
(પ્રશ્ન)-એટલે હવે શુ' તમે એમ કહેવા માગેા છે કે– પુનમના ક્ષયે તેરસના ક્ષય ન કરાય ?’
(ઉત્તર)–અલબત્ત, એમ જ ! (પ્રશ્ન)-પુનમના ક્ષયે ચૌદશના ક્ષય કરશે ?
(ઉત્તર)–પાછા ભૂલ્યા. ઉપર આપણે આટલી બધી ચર્ચા કરી તે જાણવા અને સમજવા છતાં, ક્ષયને બદલે ક્ષય' કરવાનું પૂછે છે તે આશ્ચર્યજનક છે! અમે ચૌદશના શુ ક્ષય નહિ કરીએ.
(પ્રશ્ન)-ત્યારે પુનમના ક્ષયે આપ શુ' કરશેા ? (ઉત્તર)–પરગચ્છીને કહ્યું હતું તે જ. (પ્રશ્ન)–તે શું કહ્યું હતું ?
(ઉત્તર)–ચૌદશને દિવસે ક્ષીણુ પુર્ણિમા પણ વિદ્યમાન હાવાથી એકજ દિવસે એ તિથિનું આરાધન થઇ જાય છે.’ (પ્રશ્ન)–‘ક્ષયે પૂર્વ” ના નિયમ પ્રમાણે ક્ષીણ તિથિએ ગ્રહણ કરેલી પૂર્વતિથિને દિવસે એકલી ક્ષીણતિથિનું જ આરાધન થવું જોઇએને ?
(ઉત્તર) એટલે તમે એમ કહેવા માગો છે કે-ચૌદશે પુનમ કરવી ?’