________________
ગાથા ૫ મી ]
પની તિથિ સાથે નિયમિતતા,
સંવછરી, ચોમાસી, પમ્નિ આદિ પ તિથિને અંગે છે, નહિ કે વારને અંગે. જે પર્વ જે તિથિનું હોય તે પર્વ તે તિથિનું જ મનાય, તેવું શું તમે પણ નથી માનતા? એ માન્યા વિના તમારે પણ ચાલે તેવું નથી. પછી તમે “આગ્રહ’ કહી દે તેને કોઈ અર્થ રહેતું જ નથી. હવે પંદર દિવસે પખિ અને પચાસ દિવસે સંવચ્છરી ક્યાં મળી રહે છે તે જુઓ. પંદર, પચાસ અને સીત્તેર દિવસનો મેળ કોને મળે છે?
તમે પુનમને બદલે તેરસને ક્ષય કરી તેરસે ચૌદશ માનશે અને પાંચમને બદલે ત્રીજને ક્ષય કરી ત્રીજે ચોથની સંવત્સરી માનશે, તો તમારે ચૌદ અને ઓગણપચાસ દિવસે થયા, પણ પંદર અને પચાસ દિવસો થઈ શક્યા નહિ. કારણ કે-તેરસે ચૌદશ અને ત્રીજે ચેથ પૂરી થઈ નથી. ચૌદશ અને ચોથ તે બીજે દિવસે ઉદયમાં આવીને પૂરી થવાની છે, તે પહેલાં તમે તેરસે ચૌદશ અને ત્રીજે ચેાથનું કામ પતાવી દીધું છે. તેરસ કિંવા ત્રીજને દિવસે તમે કહે કેઆજે ચૌદશ કિંવા થિ છે, તે તે ઉપરના જ ઉત્તરમાં બતાવ્યા પ્રમાણે શાસ્ત્ર અને લોક ઉભય વિરૂદ્ધ છે. કેઈ આદમી કથીરને કંચન કહી નાખે તેથી કથીર કંચન થતું નથી. જેમ કંચનને અપલાપ કરે મિથ્યા છે, તેમ ઔદયિક ચૌદશ અને ચેાથને યે અપલાપ કરે મિથ્યા છે. આથી તમારા મતે તે તેરસ અને ત્રીજા સુધીની જ તિથિએ ગણાશે. એક