________________
ગાથા ૫ મો ]
૬૯
વાર ગણવાના નથી જ. તમને શકા થશે કે- જો તિથિએ ગણીશું તેા જેટલી ક્ષયતિથિએ આવી હશે તેટલી આપણે આદ કરવી પડશે અને વૃદ્ધિતિથિઓ આવી હશે તેટલી એ વખત ગણવી પડશે. એમ કરવાથી દિવસેામાં વધઘટ થયા વિના રહેશે જ નહિ.' આશકાના સમાધાનમાં સમજવું જોઇએ કે–તિથિના ક્ષય એટલે ટુંકી થવું તે છે, વૃદ્ધિ એટલે લાંબી થવું તે છે. કાંઈ ક્ષય થવાથી તિથિ ઉડી ગઈ નથી અને વૃદ્ધિ થવાથી નવી વધી ગઈ નથી. આ કારણથી ક્ષીણ તિથિને ગણવામાંથી નાબુદ કરવાની નથી અને વૃદ્ધિતિથિને બે વખત ગણવાની નથી, કિન્તુ એક એક તિથિ તરીકે તેની પણ સંખ્યા ગણવાની છે. એટલે દિવસે પૂરેપૂરા મળી રહેવામાં લેશ માત્ર ગુડુંચવાડા નહિ રહે. શ્રી હીરપ્રશ્નને નીચલા પ્રશ્નોત્તર જોવાથી પણ આપણને આ બાબતને ખૂલાસે
થઈ જ જાય છે.
૪૦
તેમાં એવા પ્રશ્ન પૂછ્યા છે કે અષાઢ શુદ ચૌદશ ગ્રીષ્મચામાસીના છેલ્લા દિવસ ગણાય છે એવા સિદ્ધાંત છે,
४०-" प्रश्नः - आषाढसितचतुर्दशी ग्रीष्मचतुर्मासकावसर इति हि सिद्धान्तः, तथैवाग्रे पर्युषणाया दिनानां पञ्चाशत्व्यवस्थितेः । तथापि कल्पकिरणावल्यां आषाढसितचतुर्दश्या आरभ्य भाद्रपदचतुर्थी यावदित्युक्तमस्ति तत् कथं घटते ? दिनानामेकपञ्चाशतत्वप्राप्तेः ||३||
उत्तरम् - कल्पकिरणावल्यामाषाढ सितचतुर्दश्या आरभ्य भाद्रपदसितचतुर्थी यावदित्यत्र आषाढसितचतुर्दश्या अवधित्वेनोपादानात् सा मध्ये न गण्यतेऽतः पूर्णिमातो दिनगणना, તેષાં ચરાવેતિ રોષ્યમ્ ॥૩॥ (શ્રી દ્વીચ્છન્ન રૃ. ૨૬)