________________
ગાથા ૫ મી]
પ૭
ગુચવણ છે જ ક્યાં? આમાં ગુંચવણ જેવું કાંઈ છે જ નહિ. તપ તે તે તિથિએ સેવવા લાયક અનુષ્ઠાનને એક ભાગ છે. તેની વ્યવસ્થા કારણસર જુદી કરવામાં આવે તેટલા ઉપરથી તિથિના સમગ્ર અનુષ્ઠાન માટે જુદી દિવસ લેવાનું ઠરતું નથી. એટલા જ માટે આ ગ્રન્થમાં સાથે આવેલી કલ્યાણકાદિ પર્વતિથિઓના ક્ષય પ્રસંગે “અનુષ્ઠાન ભેગું થવા છતાં તપ જુદે કેમ કરી અપાય છે ?' આ પ્રશ્નના ઉત્તરમાં પર ગાછીને કારણ આપવામાં આવ્યું છે કે-તે તપ કરનારા કેટલાક નિરંતર કરી આપવાના નિયમવાળા હોય, કેટલાક આંતરે કરી આપવાના નિયમવાળા હોય, ઈત્યાદિ (જૂઓ પાછળ પ્રસ્તુત ગાથાની ટકા.) આવાં કેટલાંક અનિવાર્ય કારણોથી ક્ષીણતિથિને તપ જુદે તે પડે તથાપિ તેનું અનુષ્ઠાન તે પૂર્વતિથિમાં ભેગું આવી જ જાય છે. તેને બદલે “પૂર્વ તિથિને ક્ષય કરવો પડે અને તે ન થઈ શકે એટલે તેનાથી પૂર્વની, વળી તે ન થઈ શકે તે તેનાથી પણ પૂર્વની–એમ પૂર્વ પૂર્વતર તિથિને ક્ષય કરે, એ શાસ્ત્રસિદ્ધાંતથી સર્વથા બરખિલાફ બાબત છે. જો ભદ્ર ! પરગચ્છીની માફક તમે પણ “તપને નામથી સંમેહ ન પામે. બુદ્ધિ નિર્મળ કરીને આ બધા તત્વને તમે વિચાર કરે.
ડુબતા માણસને તરણું પકડવા જેવું એક બીજી વાત. ઉપરોક્ત શ્રી હરિપ્રશ્નમાં પાંચમના ક્ષયે તેને તપ તે પૂર્વતિથિમાં જ કરવાને કહ્યો છે. હવે