________________
ગાથા ૫ મી ]
૩૩
કરી આપનારા થાય છે. જેવી રીતે પૂર્ણિમાને ક્ષય હોય ત્યારે ચોમાસીના છઠ્ઠું તપના નિયમવાળા ચૌદશની સાથે તેરસે જ અથવા તા એકમે જ ઉપવાસ કરીને છઠ્ઠનેા નિયમ પૂરા કરે છે તેવી રીતે. બીજો આદમી કે જે કલ્યાણતિથિના સાંતર તપ કરવાના નિયમવાળેા છે, તે આગળ ઉપર આવતી તેજ કલ્યાણકતિથિએ તે તપ કરી આપીને પોતાના નિયમ સફલ કરે છે. આમાં કાંઈ પણ વિરાધ આવે તેવું નથી, તમારે તે। અહીં પણ યુક્તિ નહિ હાવાથી માથું જ અજાળવાનુ છે, માટે ફોકટ શકાએ ન રાખેા,
આ તમામ ઉપરથી સિદ્ધાંતીનુ' હેવુ. આ પ્રમાણે ફલિત થાય છેઃ—
(૧) ચતુર્દશીનેા ક્ષય હાય ત્યારે તેરસે જ ચતુર્દશીનુ કાર્ય કરાય.
૩૨-અહીં આગળ મુદ્રિત પ્રતમાં– “યથા પૂનિમાપાસે पाक्षिकचातुर्मासिकषष्ठतपोऽभिग्रहीति, द्वितीयस्तु भविष्यत्वतत्कल्याणकतिथियुक्त दिनमादायैवेति नात्र शङ्कावकाश इति, युक्तिरिक्तत्वात् न च खसूचित्वमेव शङ्काज्वरनाशौषधीति । " પાઠ છે, ( છુ. ૬) આ પાઠ તુટક, અશુદ્ધ અને અસંગત પણ જાય છે. અમારી પાસેની લેખિત પ્રતમાં નીચે પ્રમાણે ચોક્ખા પાઠ છે.
'
" यथा पूर्णिमापाते चातुर्मासिकषष्ठतपोऽभिग्रही अपरदिनमादायैव तपःपूरकः, द्वितीयस्तु भविष्यद्वर्षतत्कल्याणकतिथियुक्तं दिनमादायैवेति न किंचिदनुपपन्नम् अत्र तव तावद्युक्तिरिक्तत्वात्खसूचित्वमेव शङ्काज्वरनाशौषधीति । "
"
આ પાઠ અમને સળંગ, શુદ્ધ અને સંગત જણાય છે, તેથી એ જ પાને અનુસરીને અમેએ વિવેચન કર્યું છે.