________________
૧૩
અવશ્ય કરવા યોગ્ય હોય તે અર્થાત્ રત્નત્રય. (નિયમસાર” એટલે નિયમનો સાર - અર્થાત્ શુદ્ધ રત્નત્રય. આ શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિ પરમાત્મા તત્ત્વનો આશ્રય કરવાથી જ થાય છે. જે નિત્ય નિરંજન ટંકોત્કીર્ણ શાશ્વત એકરૂપ શુદ્ધદ્રવ્ય સામાન્યતે પરમાત્મા તત્ત્વ છે. આ પરમાગમનો એકમાત્ર ઉદ્દેશ જીવોને પરમાત્મા તત્વની ઉપલબ્ધિ અથવા આશ્રય કરાવવાનો છે.
આ શાસ્ત્રમાં બાર અધિકાર છે. (૧) જીવ અધિકાર
(૭) પરમ-આલોચના અધિકાર (૨) અછવ અધિકાર
(૮) શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત અધિકાર (૩) શુભાવ અધિકાર
(૯) પરમ-સમાધિ અધિકાર (૪) વ્યવહાર-ચારિત્ર અધિકાર (૧૦) પરમ-ભક્તિ અધિકાર (૫) પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર (૧૧) નિશ્ચય-પરમાવશ્યક અધિકાર (૬) નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર (૧૨) શુદ્ધોપયોગ અધિકાર.
આમ આ પરમ પવિત્ર શાસ્ત્રને વિષે મુખ્યત્વે પરમાત્મા તત્વ અને તેના આશ્રયથી પ્રગટતા પર્યાયોનું વર્ણન હોવા છતાં સાથે સાથે દ્રવ્ય-ગુણ-પર્યાય, છ દ્રવ્યો, પાંચ ભાવો, વ્યવહાર-નિશ્ચયનયો, વ્યવહાર ચારિત્ર, સમ્યગ્દર્શન પ્રાપ્તિમાં જ્ઞાનીની જ દેશના નિમિત્ત હોય તેવો અબાધિત નિયમ, પંચ પરમેષ્ટીનું સ્વરૂપ, કેવળજ્ઞાન-કેવળદર્શન, કેવળીનું ઇચ્છારહિતપણું વગેરે અનેક વિષયોનું સંક્ષિપ્ત નિરૂપણ પણ કરવામાં આવ્યું છે.
આ શાસ્ત્ર વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી પરમાત્મા તત્ત્વની પ્રાપ્તિ કરવા ઇચ્છનાર જીવને મહા ઉપકારી છે. -
આ ગ્રંથ મુનિરાજે પોતાના દૈનિક પાઠ માટે રડે છે. આપણને પણ સ્વાધ્યાય માટે એટલો જ ઉપયોગી નિવડે એમ છે. ૫. અટપાહુડ:
ભગવાન કુંદકુંદાચાર્યદવ પ્રણીત આઠ પાહુડમાં વિભક્ત છે. (૧) દર્શનપ્રાકૃત
(૫) ભાવપ્રાકૃત (૨) સુત્રપ્રાભૂત
(૬) મોક્ષપ્રાકૃત (૩) ચારિત્રપ્રાભૃત
(૭) લિંગપ્રાભૃત (૪) બોધપ્રાભૃત
(૮) શીલપ્રાભૃત - એ આઠ પ્રાભૃત શાસ્ત્રોનો સમુચ્ચય “અષ્ટપ્રાભૃત' નામથી પ્રસિદ્ધ છે.