________________
૧૨
બીજા શ્રુતસ્કંધ શેયતત્ત્વપ્રજ્ઞાપનમાં આચાર્ય ભગવાને શેયનું સ્વરૂપ બતાવીને દુઃખનું મૂળ છેદવાનું સાધન-ભેદવિજ્ઞાન - સમજાવ્યું છે. વસ્તુસ્વરૂપનો મૂળભૂત સિદ્ધાંત - વીતરાગવિજ્ઞાનનો મૂળભૂત સિદ્ધાંત - 'જગતનું પ્રત્યેક સત્ અર્થાત્ પ્રત્યેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સિવાય કે ગુણ-પર્યાયસમૂહ સિવાય બીજું કાંઈ નથી” એ બહુ જ સુંદર રીતે સમજાવ્યું છે. આ અધિકાર જિનશાસનના સ્તંભ સમાન છે. જૈન દર્શન વસ્તુ દર્શન છે એ સમજાય છે.
ત્રીજો શ્રુતસ્કંધ ચરણાનુયોગ ચૂલિકામાં શુદ્ધોપયોગી મુનિને અંતરંગ દશાને અનુરૂપ કેવા પ્રકારનો શુભપયોગ વર્તે છે અને સાથે સાથે સહજપણે બહારની કેવી ક્રિયાઓ સ્વયં વર્તતી હોય છે તે સમજાવ્યું છે.
આમ ત્રણ શ્રુતસ્કંધોમાં વિભાજિત આ પરમ પવિત્ર પરમાગમ મુમુક્ષુઓને વસ્તુસ્વરૂપ સમજાવવામાં મહા નિમિત્તભૂત છે. ૩. પંચાસ્તિકાય સંગ્રહ:
આ સંગ્રહમાં કાળ સહિત પાંચ અસ્તિકાયોનું (અર્થાત્ છ દ્રવ્યોનું) અને નવ તત્ત્વોપૂર્વક મોક્ષમાર્ગનું નિરૂપણ છે..
જિનાગમમાં પ્રતિપાદિત દ્રવ્ય અને પદાર્થ વ્યવસ્થાની સમ્યક જાણકારી વગર જિન સિદ્ધાંત અને જિન અધ્યાત્મમાં પ્રવેશ કરવો સંભવ નથી, એટલે આચાર્ય શ્રી કુંદકુંદદેવે આ ગ્રંથમાં પ્રતિપાદિત દ્રવ્ય વ્યવસ્થા અને પદાર્થ વ્યવસ્થાનું સંક્ષેપમાં પરિચય આપ્યો છે. આ ગ્રંથમાં સ્પષ્ટરૂપથી બે ખંડ છે. પ્રથમ ખંડમાં છ દ્રવ્ય-પંચાસ્તિકાયનું વર્ણન છે. આમાં પ્રથમ પાંચ અસ્તિકાયોનું અસ્તિત્વ અને કાયત્વ સુંદર રીતે બતાવ્યું છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ પંચાસ્તિકાય છે.
ત્રીજા ખંડમાં બે અધિકાર છે. પ્રથમ અધિકારમાં નવ પદાર્થનું અને બીજા અધિકારમાં મોક્ષમાર્ગનું (રત્નત્રયનું) નિરૂપણ કરવામાં આવ્યું છે.
નવ પદાર્થોનું સમકશ્રદ્ધાન એ જ સમ્યગ્દર્શન છે. અને એનું જ જ્ઞાન સમ્યજ્ઞાન છે તથા વિષયોથી - રાગથી નિવૃત્ત અને નિજ પ્રવૃત્ત સમભાવ જ ચારિત્ર છે.
આ અધિકાર પર મનન કરતાં સુપાત્ર મુમુક્ષુ જીવોને સમજાય છે કે શુદ્ધાત્મ દ્રવ્યના આશ્રયે સહજ દશાનો અંશ પ્રગટ કર્યા વિના મોક્ષના ઉપાયનો અંશ પણ પ્રાપ્ત થતો નથી.’
આચાર્ય ભગવાને સમજ્ઞાનની પ્રસિદ્ધિ અર્થે અને માર્ગની પ્રભાવના અર્થે આ પંચાસ્તિકાય શાસ્ત્ર કહ્યું છે. માટે તેનો યથાર્થપણે અભ્યાસ કરી ચૈતન્યગુણમય જીવદ્રવ્ય સામાન્યનો આશ્રય કરી સમ્યગ્દર્શન - સમ્યજ્ઞાન પ્રગટાવી માર્ગને પ્રાપ્ત કરી ભવભ્રમણના દુઃખનો અંત પામવાનો આમાં ઉપદેશ
પ્રેરણા છે. ૪. નિયમસાર
આ નિયમસાર પરમાગમ મુખ્યત્વે મોક્ષમાર્ગના નિરુપચાર નિરૂપણનો અનુપમ ગ્રંથ છે. “નિયમ” એટલે