________________
અવશ્લેક શબ્દના અન્ય પ્રયોગ
છે. તો હવે તે બેનો ભેદ પાડનાર કોણ? આ ભેદ શાના આધારે પડે છે?
આ માટે પ્રતિયોગિતા વગેરે નવા ધર્મોનો જેમ અવચ્છેદક ધર્મ મનાય છે. તેમ અવચ્છેદક સંબંધ પણ માનવામાં આવે છે.
કયો સંબંધ પ્રતિયોગિતાવચ્છેદક બને?
ઉત્તર :- પ્રતિયોગીને રહેવાનો સંબંધ પ્રતિયોગિતાવચ્છેદક બને છે. એટલે કે, પ્રતિયોગી રહ્યો તો નથી, પણ જે સંબંધથી પ્રતિયોગી તે અધિકરણમાં રહી જાય તો અભાવ ત્યાં ન રહે તે સંબંધ પ્રતિયોગિતાવચ્છેદક
(‘જે સંબંધથી પ્રતિયોગી નથી રહ્યો એ બિનાનો અભાવથી ઉલ્લેખ કરવામાં આવે છે તે સંબંધ પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ છે.)
અવચ્છેદક માટે દરેક બાબતમાં આવું જાણવું, એટલે કે
પ્રકારને રહેવાનો સંબંધ એ પ્રકારતાવચ્છેદક સંબંધ. કારણને રહેવાનો સંબંધ એ કારણતાવચ્છેદક સંબંધ. પ્રસ્તુતમાં, ઘડો જો સમવાયસંબંધથી ભૂતલ પર રહ્યો હોય તો અધિકૃત અભાવ રહેત નહિ. માટે પ્રસ્તુતમાં સમવાયસંબંધ એ પ્રતિયોગિતાવચ્છેદક થયો.
એટલે કે સંયોગથી ઘડાવાળી ભૂતલમાં પણ જે ઘટાભાવ રહ્યો છે તેની પ્રતિયોગિતા, સમવાયસંબંઘાવચ્છિન્નઘટવાવચ્છિન્ન થઈ.
એટલે કે એ અભાવ,
समवायसंबंधावच्छिन्नघटत्वावच्छिन्नप्रतियोगिताक छे. યાદ રાખો :
પ્રકારને રહેવાનો સંબંધ એ પ્રકારતાવચ્છેદક સંબંધ પ્રકારમાં રહેલો ધર્મ એ પ્રકારતાવચ્છેદક ધર્મ
ક્યારેક અવચ્છેદક: વિચ્છેદેન શબ્દ વ્યાપક અર્થમાં પણ આવે છે. જેમકે સાધુત્વાવચ્છેદન રજોહરણવત્ત્વ હોય છે. આનો અર્થ એવો થાય છે કે, જ્યાં જ્યાં સાધુત્વ હોય ત્યાં ત્યાં રજોહરણવત્ત્વ હોય, એટલે કે રજોહરણ સાધુત્વને વ્યાપક છે.
જ્યાં જ્યાં સાધુતા ત્યાંત્યાંરજોહરણ હોય છે, એટલે સાધુત્વાવચ્છેદન (અવચ્છેદકાવચ્છેદન) રજોહરણ (રજોહરણવત્ત્વ) કહેવાય. પણ જ્યાં જ્યાં સાધુતા ત્યાં ત્યાં તપસ્વીપણું હોય જ એવો નિયમ નથી. એટલે કે તપસ્વીપણું એ સાધુત્વનું વ્યાપક નથી.
એટલે સાધુત્વાવચ્છેદેન તપસ્વિત્વ કહી શકાતું નથી. તેમ છતાં ક્યાંક તો સાધુત્વ છે ત્યાં તપસ્વિત્વ છે પણ ખરું. આમ કેટલેક ઠેકાણે બન્ને સાથે રહ્યા હોય અને ક્યાંક માત્ર પ્રથમ ચીજ રહી હોય, બીજી નહિ. આવો ભાવ જણાવવો હોય તો ‘સામાનવેન્થન’ શબ્દ વપરાય છે.
એટલે કે, સાધુત્વસામાનાધિકરણ્યન તપસ્વિત્વ કહેવાય. (૧) પર્વતો વહિમન, ધૂમા આવા અનુમાનમાં. પર્વત એ પક્ષ છે. તેથી, પર્વતમાં પક્ષતા છે. પર્વતત્વ એ પક્ષતાવચ્છેદક છે. (૨) શબ્દઃ નિત્ય, તત્વોત્ શબ્દ એ પક્ષ છે. શબ્દ– એ પક્ષતાવચ્છેદક છે.
પ્રથમ અનુમાનમાં, જ્યાં જ્યાં પર્વતત્વ ત્યાં ત્યાં વહ્નિની સિદ્ધિ કરવી અભિપ્રેત નથી, કેમકે એ શક્ય નથી. પણ સામે રહેલા પર્વત પર જ તે સિદ્ધિ કરવી છે. એટલે કે જ્યાં જ્યાં પર્વતત્વ હોય ત્યાં ત્યાં સાધ્યની સિદ્ધિ કરવાની નથી, પણ ક્યાંક જ કરવાની છે.
તેથી એપર્વતત્વસામાનાધિકરણ્યનવર્તિની સિદ્ધિ કહેવાય. એટલે કે પક્ષતાવછે સીમાનધિષ્યન સાધ્યસિદ્ધિકહેવાય.