________________
90
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
(સમવાયનિરૂપણ) - (ક.) ઘટ વગેરે (અવયવીઓનો) કપાલાદિ (અવયવો) માં, દ્રવ્યોમાં (ગુણવાનાં અને કિયાવામાં અનુક્રમે) ગુણ અને કર્મનો, તેષતદ્રવ્ય, ગુણ અને કર્મમાં(જાતિમાન્માં) જાતિનો, (તથાચશબ્દથી વિશેષવાન્માં વિશેષોનો જે) સંબંધ છે (તે) “સમવાય’ કહેવાયો છે.
(મુ) ૧૧મી કારિકામાં ‘સમવાય’ નામના છઠ્ઠા પદાર્થનું નિરૂપણ કરે છે-અવયવ અને અવયવીનો, જાતિ અને વ્યક્તિ (જાતિમાન) નો, ગુણ અને ગુણવાનો, ક્રિયા અને ક્રિયાવાનો તથા નિત્યદ્રવ્ય અને વિશેષનો જે સંબંધ છે તે સમવાય છે. નિત્યસંબંધāસમવાયતં’ એવું સમવાયનું લક્ષણ છે. સમવાય સંબંધમાં પ્રમાણ -(રૂપવાનુ ઘટઃ”, “પતનક્રિયાવતુ ફ્લે' ઇત્યાદિ) ગુણ-ક્રિયાની વિશિષ્ટબુદ્ધિઓ, વિશેષણ-વિશેષ્ય-સંબંધવિષયક હોય છે, કારણ કે વિશિષ્ટબુદ્ધિ છે, જેમ કે “દંડી પુરુષ:' એવી વિશિષ્ટબુદ્ધિ. આ અનુમાન દ્વારા (સંબંધસામાન્યની સિદ્ધિ થયે સંબંધવિશેષ કયો? એની વિચારણામાં) સંયોગાદિ સંબંધોનો બાધ થતો હોવાથી સમવાયની સિદ્ધિ થાય છે.
(વિ.)“સમવાયત્વ' જાતિ ન હોવાથી સમવાયનું લક્ષણ આપ્યું છે. તથા વિશેષની જેમ સમવાય પણ પ્રતીત ન હોવાથી એની સાબિતિ માટે અનુમાન પ્રયોગ આપ્યો છે. વિશિષ્ટબુદ્ધિના પ્રકાર, વિશેષ્ય અને સંસર્ગ આ ત્રણ વિષયો હોય છે. જેમકે દંડી પુરુષ' એવી બુદ્ધિના દંડ, પુરુષ અને સંયોગ એમ ત્રણ વિષયો છે. આ વાત ભૂમિકામાં જોઈ ગયા છીએ. એટલે “રૂપવાન્ ઘટઃ' વગેરે વિશિષ્ટબુદ્ધિના વિષય તરીકે રૂપ અને ઘટથી ભિન્ન એવો એક સંબંધ સિદ્ધ થાય છે.
સંયોગ તો દ્રવ્ય-દ્રવ્યનો જ હોય છે, માટે એ અહીં નથી. તાદાભ્ય તો સ્વનો સ્વમાં હોય છે. માટે એ પણ અહીં નથી. તેથી આ પાંચનો સમવાય સંબંધ સિદ્ધ થાય છે. (અહીં સ્વરૂપ સંબંધનો નિષેધ હજુ કર્યો નથી. એટલે વેદાંતી પૂર્વપક્ષ કરે છે.)
(मु.) न च स्वरूपसम्बन्धेन सिद्धसाधनं, अर्थान्तरंवा, अनन्तस्वरूपाणां सम्बन्धत्वकल्पने गौरवात्, लाघवादेकसमवायसिद्धिः । न च समवायस्यैकत्वे वायौ रूपवत्ताबुद्धिप्रसङ्गः, तत्र रूपसमवायसत्त्वेऽपि रूपाभावात्।
(મુ.) “(સમવાયસાધક તમારા અનુમાનમાં સિદ્ધ એવો જ) સ્વરૂપ સંબંધ (સિદ્ધ થતો હોવાના કારણે) સિદ્ધસાધન કે અર્થાન્તર દોષ છે' (એવી શંકા યોગ્ય) નથી, કારણ કે અનંતસ્વરૂપોની સંબંધ તરીકે કલ્પના કરવામાં ગૌરવ હોવાથી, લાઘવાત એક સમવાયની સિદ્ધિ થાય છે. “સમવાય જો એક જ હોય તો વાયુમાં પણ (રૂપવાનું વાયુઃ એવી) રૂપવત્તા બુદ્ધિ થવાની આપત્તિ આવશે (કારણ કે એમાં સમવાય રહ્યો જ છે.)” એવું ન કહેવું કારણ કે (વાયુમાં) રૂપસમવાય હોવા છતાં રૂપનો અભાવ હોય છે. (તેથી રૂપવાન્ વાયુ એવી બુદ્ધિ થતી નથી.)
(વિ.): પૂર્વપક્ષઃ ‘પવાનપટ:”ત્યાતિવિશિષ્ટબુદ્ધિ વિશેષ-વિશેષ્ય-સંસfવિચિળી, વિશિષ્ટવૃદ્ધિત્વાતિ, ‘તwsીપુરુષઃ' રૂત્યાતિવિશિષ્ટબુદ્ધિવત્ આવું તમે જે અનુમાન આપો છો તે સિદ્ધસાધન દોષગ્રસ્ત છે. કારણ કે રૂપ અને ઘટ વચ્ચેના સંબંધ તરીકે સ્વરૂપસંબંધ સિદ્ધ છે જ-અમે માનેલો જ છે.
(શંકાઃ અરે ભાઈ! અમે આ અનુમાન પ્રયોગસ્વરૂપસંબંધની સિદ્ધિ માટે નથી આપ્યો કે જેથી સિદ્ધ પદાર્થના જ સાધનની વાત હોવાથી સિદ્ધસાધન દોષ લાગે. અમે તો હજુ સુધી સિદ્ધ નહીં થયેલ સમવાયસંબંધની સિદ્ધિ માટે આ અનુમાન આપ્યું છે.)
સમાધાનઃ આ તો બકરું કાઢતાં ઊંટ પેઠું.. સિદ્ધ સાધન દોષથી છૂટ્યા ને અર્થાન્તર દોષ વળગી પડ્યો. તમે અનુમાન આપ્યું સમવાયની સિદ્ધિ માટે, ને સિદ્ધિ થઈ ગઈ સ્વરૂપ સંબંધની... (વિનાયકવળો રયાના