________________
96
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ઘટાનયન પછી ઘટાભાવની બુદ્ધિ થવાની આપત્તિ ન આવે એ માટે કેટલાક નૈયાયિકો તો ઘડો લાવ્યા પછી ઘટાભાવનો જ નાશ થઈ ગયો. (તેથી બુદ્ધિ કેવી રીતે થાય?) ને ઘડો પાછો ખસેડી લેવાય તો ત્યાં પાછો ઘટાભાવ ઉત્પન્ન થઈ ગયો. આમ ઉત્પાદ-વિનાશશાલી એવો ચોથા પ્રકારનો અનિત્ય સંસર્ગાભાવ માને છે. આવા અભાવને સામયિક અભાવ પણ કહે છે.
(मु.) अत्र ध्वंसप्रागभावयोरधिकरणे नाऽत्यन्ताभाव इति प्राचां मतम्, श्यामघटे रक्तो नास्ति,रक्तघटे श्यामो नास्तीति धीश्च प्रागभावं ध्वंसं चावगाहते न तु तदत्यन्ताभावं, तयोर्विरोधात् । नव्यास्तु तत्र विरोधे मानाभावात् ध्वंसादिकालावच्छेदेनाऽप्यत्यन्ताभावो वर्तत इत्याहुः ।
(વંસ-પ્રાગભાવ સાથે અત્યન્તાભાવને વિરોધ?) (મુ.) ધ્વંસ અને પ્રાગભાવના અધિકરણમાં અત્યન્તાભાવ રહેતો નથી એવો પ્રાચીનોનો મત છે. (પાક પૂર્વે) શ્યામઘટમાં રશો નતિ અને (પાક બાદ) રક્તઘટમાં સ્થાનો નાતિ એવી જે બુદ્ધિ છે તે ક્રમશઃ પ્રાગભાવ અને ધ્વસને જણાવે છે, નહીં કે તેના (=ક્રમશઃ રક્તનાકે શ્યામના) અત્યન્તાભાવને.... કારણકે તે બેને = પ્રાગભાવ અને ધ્વસને, (અત્યન્તાભાવ સાથે) વિરોધ છે. નવ્યો તો એમ કહે છે કે તત્ર = ધ્વંસ અને પ્રાગભાવમાં (અત્યન્તાભાવની સાથેનો) વિરોધ હોવામાં કોઈ પ્રમાણ ન હોવાથી ધ્વંસાદિકાલાવચ્છેદેન પણ અત્યન્તાભાવ રહે છે.
(વિ.) ઘટાધિકરણમાં ઘટામાવવત્ ભૂતમ્' એવી બુદ્ધિ ભલે નહીં થાય. પણ ઘટપ્રાગભાવાધિકરણમાંઘટāસાધિકરણમાં એવી બુદ્ધિ થશે કે નહીં? આવા પ્રશ્નના ઉત્તર તરીકે ગ્રંથકાર પ્રાચીનોનો અને નવ્યોનો મત દર્શાવે છે.
પ્રાચીન - જ્યાં ધ્વંસ કે પ્રાગભાવ રહ્યો હોય ત્યાં અત્યંતાભાવ રહ્યો હોતો નથી.
(નવ્ય - અત્યન્તાભાવ અને પ્રતિયોગીને વિરોધ હોવાથી એ બે એક અધિકરણમાં ન રહે. પણ અત્યંતભાવ અને ધ્વંસ કે પ્રાગભાવને વિરોધ હોવામાં કોઈ પ્રમાણ ન હોવાથી એ બે સાથે રહેવામાં કશો વાંધો નથી. એટલે જ પાક થવા પૂર્વે ઘટમાં રક્તપ્રાગભાવ તો છે જ, ને એ વખતે રો રાતિ એવી અત્યન્તાભાવને જણાવનાર બુદ્ધિ પણ થાય છે. એ જ રીતે પાક બાદ શ્યામāસ તો છે જ ને સાથે શ્યામો નતિ એવી બુદ્ધિ પણ બિનવિરોધપણે થાય છે.)
પ્રાચીન - અરે ભલા ભાઈ ! એ રજ્જો નાતિ બુદ્ધિ તો એ વખતે એ શ્યામઘટમાં જે રક્તનો પ્રાગભાવ છે એને જ જણાવે છે, રક્તાભાવને નહીં. એમ રક્તઘટમાં સ્થાનો નાસ્તિ એવી જે પ્રતીતિ થાય છે તે શ્યામāસને જ જણાવે છે, શ્યામાભાવને નહીં. તેથી ધ્વંસ કે પ્રાગભાવના અધિકરણમાં અત્યંતાભાવ પણ રહ્યો છે એમ સિદ્ધ
થતું નથી.
નવ્ય - અરે ભોળાભાઈ! “ો નાતિ બુદ્ધિ અભાવને જ જણાવે છે. જુઓ - એક ઘડો પાક પૂર્વે શ્યામ છે, પાક આપતાં રક્ત થયો ને પાછો વધારે પાક થવાથી શ્યામ બની ગયો. આમ ત્રણ પૂર્વ (શ્યામ), મધ્ય (રક્ત) અને ઉત્તર (શ્યામ) અવસ્થાઓ થઈ. હવે અમારો પ્રશ્ન છે કે મધ્યઅવસ્થામાં શ્યામો નાસ્તિ આવી જે બુદ્ધિ થાય છે એનો વિષય કોણ છે?
પ્રાચીન - કેમ ? પૂર્વશ્યામāસ એનો વિષય છે..
નવ્ય - તો પછી ઉત્તર અવસ્થામાં પણ સ્થાનો નાતિ બુદ્ધિ થવી જોઈએ, કારણ કે ધ્વસનો ધ્વંસ ન હોવાથી પૂર્વશ્યામāસ તો હજુ ય વિદ્યમાન છે જ.