________________
144
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
ઘટ. એટલે કે જ્યાં=જે ઘડામાં સ્વાશ્રયસમવેતત્વ સંબંધથી દુર્ગન્ધ હી હોય ત્યાં=તે ઘડામાં સમવાયસંબંધથી સુગંધ ઉત્પન્ન થઈ શકે નહીં એવો પ્રતિબંધક-પ્રતિબધ્ધ ભાવ છે.) એમ સુરભિકપાલગત સુગંધ પણ સ્વાશ્રય સમવેતત્વ સંબંધથી દુર્ગન્ધની ઉત્પત્તિ પ્રત્યે પ્રતિબંધક છે. એટલે બંને પ્રકારની ગન્ધનો પ્રતિબંધ થવાથી એક પણ ઉત્પન્ન થતી નથી એમ માનીશું.
શંકા – પણ એવા ઘડાને સુંઘવાથી પણ કંઈક ગન્ધ તો આવે જ છે, એ ગન્ધશૂન્ય હોવાનું કાંઈ પ્રતીત થતું નથી... સમાધાન – એ તો એના અવયવભૂત કપાલમાં રહેલી ગન્ધનો જ અનુભવ હોય છે. અર્થાત્ સ્વાશ્રયસમવેતત્વ સંબંધથી ઘટમાં રહેલી કપાલગતગન્ધનો જ એ અનુભવ હોય છે.
શંકા - એ બધું તો ચાલો જાણે સમજ્યા. પણ સુરભિ-દુરભિકપાલારબ્ધ ઘટ નિર્ગન્ધ હોય છે આવું જો સિદ્ધ થયું તો પૃથ્વીનું તમે જે લક્ષણ આપ્યું કે ‘ગન્ધવત્ત્વ’ એ તો એમાં અવ્યાપ્ત જ થશે ને !
-
સમાધાન – એના વારણ માટે જાતિઘટિત લક્ષણ કરવું કે - ગન્ધવવૃત્તિ-દ્રવ્યત્વવ્યાપ્યનાતિમત્ત્વ એ પૃથ્વીનું લક્ષણ છે. તથા પૃથ્વીત્વજાતિની સિદ્ધિ ગન્ધસમવાયિકારણતાના અવચ્છેદક તરીકે જેમ કરી એમ ‘પૃથ્વી’ પદ વાચ્યતાના અવચ્છેદક તરીકે પણ થઈ શકે. તે આ રીતે
'पृथ्वी' पदवाच्यता किञ्चिद्धर्मावच्छिन्ना वाच्यतात्वात् 'घट' पदवाच्यतावत्.... वाच्यतावच्छेदकतया... सिध्यमानो धर्मो ખાતિ પક્ષેત્ તા તાપવમ્ એવા લાઘવતર્કની સહાયથી પૃથ્વીત્વ જાતિરૂપે સિદ્ધ થશે. અહીં કિરણાવલીકારે આવું જે અનુમાન આપ્યું છે કે પૃથિવીત્યું નાતિ, ‘પૃથિવી’ પડવા—તાવ છેવત્વાત્ તે દુષ્ટ જાણવું... કારણ કે એ રીતે તો, ‘ઝમાવત્યું નાતિ:, ‘અમાવ’ પવવા—તાવ છેવાત્ આવા અનુમાન દ્વારા અભાવત્વની પણ જાતિ તરીકે સિદ્ધિ થઈ જાય.
(मु.) न च पाषाणादौ गन्धाभावाद् गन्धवत्त्वमव्याप्तमिति वाच्यम्, तत्रापि गन्धसत्त्वात्, अनुपलब्धिस्त्वनुत्कटत्वेनाप्युपपद्यते, कथमन्यथा तद्भस्मनि गन्ध उपलभ्यते ? भस्मनो हि पाषाणध्वंसजन्यत्वात् पाषाणोपादानोपादेयत्वं सिद्ध्यति । यद्द्रव्यं यद्द्रव्यध्वंसजन्यं तत् तदुपादानोपादेयमिति व्याप्तेः, दृष्टं चैतत्खण्डपटे महापटध्वंसजन्ये। इत्थं च पाषाणपरमाणोः पृथिवीत्वात् तज्जन्यपाषाणस्यापि पृथिवीत्वं, तथा च तस्यापि गन्धवत्त्वे बाधकाभावः । (યદ્દવ્યં યદ્રવ્ય.... ઇત્યાદિ નિયમ)
(મુ.) શંકા - પાષાણાદિમાં ગન્ધનો અભાવ હોવાથી ગન્ધવત્ત્વ એવું લક્ષણ અવ્યાપ્ત છે. સમાધાન – એવી શંકા ન કરવી, કારણ કે પાષાણમાં પણ ગન્ધ રહેલી જ છે.
(શંકા - જો ગન્ધ રહેલી છે તો ઉપલબ્ધ કેમ નથી થતી ? સમાધાન -) એની અનુપલબ્ધિ તો અનુત્કટત્વથી પણ સંગત કરી શકાય છે. (અર્થાત્ અનુત્કટ છે માટે ઉપલબ્ધ નથી થતી.) (શંકા – એના કરતાં ગન્ધ છે જ નહીં એમ માની લ્યો ને, લાઘવ છે. સમાધાન –) અન્યથા =જો પાષાણાદિમાં ગન્ધ ન હોય તો તેની ભસ્મમાં ગન્ધ શી રીતે આવે ? ભસ્મ પાષાણધ્વંસજન્ય હોવાથી પાષાણના ઉપાદાન કારણથી જ ઉપાદેય હોવી સિદ્ધ થાય છે. કારણ કે જે દ્રવ્ય જે દ્રવ્યના ધ્વંસથી ઉત્પન્ન થયું હોય છે તે દ્રવ્ય (=ઉત્પન્ન થનાર દ્રવ્ય) તદુપાદાનથી=તે ધ્વસ્ત થનાર દ્રવ્યના ઉપાદાન કારણથી ઉપાદેય = ઉત્પન્ન થનાર હોય છે. (અર્થાત્ એ બંને દ્રવ્યોનું ઉપાદાન = સમવાયિકારણ એક જ હોય છે) એવી વ્યાપ્તિ છે. (‘આવી વ્યાપ્તિ તમે ક્યાં જોવા ગ્યા’તા? તો કે) મોટા કપડાને ફાડવાથી પેદા થયેલા નાના કપડામાં આ જોવા મળે છે (મોટા કપડાના સમવાયિકારણભૂત તંતુઓમાંથી જ નાનું કપડું બન્યું હોય છે એ પ્રત્યક્ષસિદ્ધ છે.) (એટલે પ્રસ્તુતમાં પાષાણના ઉપાદાન કારણભૂત જે પરમાણુઓ છે એ જ ભસ્મના પણ ઉપાદાનકારણ છે એમ માનવું જ પડે છે. ભસ્મમાં ગન્ધ પ્રત્યક્ષસિદ્ધ હોવાથી એમાં તો પૃથ્વીત્વ માનવું જ પડે. અને એમાં જો પૃથ્વીત્વ છે તો એના ઉપાદાનકારણભૂત પરમાણુમાં પૃથ્વીત્વની સિદ્ધિ થાય છે ને તેથી તન્ય પાષાણમાં પણ પૃથ્વીત્વ સિદ્ધ થાય છે. માટે તેમાં (પાષાણાદિમાં) પણ ગન્ધ હોવામાં કોઈ બાધક નથી.
(વિ.) યદ્રવ્ય ચદ્રવ્યધ્વસનન્ય તક્ તતુપાલાનોપાલેયમ્ આ વ્યાપ્તિનાં પદોનું પદકૃત્ય વિચારીએ. આમાં વ્યાપ્તિ આવી છે, યસ્મિન્ યસ્મિન્ દ્રવ્ય યદ્રવ્ય ધ્વસનન્યત્ત (વ્યાપ્ય)