________________
સાંખ્યમતા
197
વિદ્યમાનતા-અવિદ્યમાનતા પર પુરુષના સંસાર-મોક્ષ થાય છે. તેની બુદ્ધિની જ ઇન્દ્રિયપ્રણાલિકા દ્વારા થતી (વિષયાકાર) જ્ઞાનરૂપ પરિણતિ એ ઘટાદિ સાથેનો સંબંધ છે. પુરુષમાં કર્તુત્વનું અભિમાન અને બુદ્ધિમાં ચૈતન્યનું અભિમાન ભેદઅગ્રહના કારણે થાય છે.
(વિ.) પૂર્વે આત્મા જ્ઞાનવાન્ સિદ્ધ કર્યો, એટલે એનાથી જ આત્માને જ્ઞાનશૂન્ય માનનાર સાંખ્યમતનું ખંડન થઈ જાય છે એ સ્પષ્ટ છે. સાંખ્યમત નીચે મુજબ છે.
(૧) સાંખ્યઃ પ્રકૃતિ કન્ર છે. એટલે કે આખા જગનું ઉપાદાન કારણ છે. (પ્રકૃતિનો પરિણામ બુદ્ધિ કર્તા છે.) પુરુષ કમળપત્રવત્ નિર્લેપ છે. અર્થાત્ એમાં કર્તુત્વ-જ્ઞાતૃત્વ વગેરે ધર્મો નથી. ધર્મ નથી માટે ધર્મનું પરિવર્તન નથી. (પરિવર્તન થાય અને નિત્ય હોય તે પરિણામી નિત્ય કહેવાય.) પુરુષ અપરિણામી છે. માટે કૂટસ્થનિત્ય છે. એ ચેતન છે, અકારણ છે.
[પ્રશ્નઃ પુરુષ કેમ (કર્તારૂપ) કારણ નથી ?].
(૨) ઉત્તરઃ સાંખ્યમતે ઉપાદાન અને કાર્યનો અભેદ છે. અર્થાત્ મૃપિંડાદિ ઉપાદાન પોતે જ ઘટાદિ કાર્યરૂપે પરિણમે છે. એટલે પુરુષ જો કારણ બનતો હોય તો એનો કાર્ય સાથે અભેદ થવાથી કાર્યનો નાશ થવામાં પુરુષનો પણ એ રૂપે નાશ થઈ જાય.... ને તો પછી એનું કૂટસ્થનિત્યપણું ન રહે. માટે એને અકારણ મનાયો છે.
(પ્રશ્ન : જે પુરુષમાં કત્વ-જ્ઞાન વગેરે કશું નથી એવા કશું ન કરનારા પુરૂષને માનવાની જરૂર શી છે?). (૩) ઉત્તર પ્રકૃતિમાંથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે એને વેતનો ૬ રોમિ વગેરે ભ્રમ થાય છે. આમાં મહું મિત્રવર્તુત્વવાનું આટલો અંશ તો બુદ્ધિનો પોતાનો છે. પણ એમાં ભેગું ચૈતન્ય જે ભાસે છે તે એનું પોતાનું તો નથી... છતાં એ ભાસે છે એટલે કોઈકનું હોવું તો જોઈએ જ. તેથી તેના આશ્રય તરીકે પુરુષની કલ્પના કરાય છે.
(પ્રશ્નઃ જ્ઞાન-ઇચ્છા ને કૃતિને જેમ બુદ્ધિના માન્યા છે તેમ ચૈતન્યને પણ બુદ્ધિનું જ માની લ્યો ને !)
ઉત્તરઃ જ્ઞાનેચ્છાકૃતિ તો નાશ પામે તો પાછા ઉત્પન્ન થઈ શકે છે. ચૈતન્ય જો નાશ પામે તો પાછું ઉત્પન્ન થઈ શકતું નથી. એટલે એને અનિત્ય એવી બુદ્ધિનો પરિણામ ન માનતા કૂટસ્થનિત્ય એવા પુરુષનું જ માનવું પડે છે. આ પુરુષના ચૈતન્યનો બુદ્ધિમાં આરોપ થાય છે. બુદ્ધિ દર્પણ જેવી છે. એમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. અને તેથી ચૈતન્ય બુદ્ધિમાં રહ્યું હોય એવો આરોપ થાય છે. એટલે વસ્તુતઃ એ ચૈતન્યાભિમાન ભ્રમ જ હોય છે. છતાં એની સંગતિ માટે ચૈતન્યના આશ્રય તરીકે પુરુષની કલ્પના કરવી પડે છે.
(પ્રશ્નઃ તો પછી બુદ્ધિ શું છે ?)
(૪) ઉત્તર પ્રકૃતિ સામ્યવસ્થાપન્ન સત્ત્વ-રજસૂ-તમોગુણમય છે. એ જ્યારે વિષમાવસ્થાપન્ન થાય છે ત્યારે બુદ્ધિરૂપ બને છે. આમ બુદ્ધિ એ પ્રકૃતિનો પરિણામ છે. તે મહત્તત્ત્વ કે અન્તઃકરણ એવા નામે પણ ઓળખાય છે. એનો ચેતન સાથે સંયોગ એ જ ચેતનનો સંસારપર્યાય છે ને એનો સંયોગ છૂટી જવો એ જ ચેતનનો મોક્ષ છે. અર્થાત્ નિત્યશુદ્ધ-બુદ્ધ-મુક્તસ્વભાવવાળા પણ પુરુષનો બુદ્ધિના ઉપરાગથી સંસારપર્યાય થાય છે. જેમ સ્વચ્છ એવા પણ સ્ફટિકનો કુસુમોપરાગત રક્તપર્યાય થાય છે. નેકુસુમ ખસી જવા પર એની શુભ્રતા એ એનો સ્વાભાવિક પર્યાય થાય છે. એમ બુદ્ધિનો ઉપરાગ ગયે પુરુષની સ્વાભાવિક અવસ્થા-મોક્ષપર્યાય થાય છે.
(પ્રશ્ન: તો પછી જ્ઞાન શું છે ?).
(૫) ઉત્તર પ્રવાહી જેવી બુદ્ધિ ઇન્દ્રિય રૂપ નાલિકા દ્વારા બહાર નીકળીને ઘટાદિ વિષયાકાર રૂપે જે પરિણામ પામે છે તે જ “જ્ઞાન” કહેવાય છે.
(પ્રશ્ન પણ પુરુષને ૬ કરો એ રીતે કર્તુત્વનો ને વૃદ્ધિચેતના' એ રીતે બુદ્ધિમાં ચૈતન્યનો ભાસ થાય છે એનું શું?)