Book Title: Nyaya Siddhant Muktavali Part 01
Author(s): Abhayshekharsuri Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 239
________________ 228 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી જ્ઞાન દ્વારા અલૌકિક પ્રત્યક્ષ થવાની જે આપત્તિ દર્શાવી એનું શું કરશો? સમાધાનઃ જ્યારે ચક્ષુ વગેરે બહિરિજિયથી અલૌકિક સંનિકર્ષ દ્વારા ઘટવ યાવહૂતલનું અલૌકિક ચાક્ષુષ પ્રત્યક્ષ કરવું હોય ત્યારે કોઈ એક ભૂતલાદિ આશ્રયમાં રહેલા તે ઘટાત્મક સામાન્યના ચાક્ષુષ પ્રત્યક્ષની જે સામગ્રી હોય તે સામગ્રી અપેક્ષિત રહે છે. અર્થાત્ મહત્ત્વોબૂતરૂપાનો સંયોવચ્છિન્નવક્ષ:સંયોગ વગેરે રૂપ સામગ્રી હોય તો જ ચક્ષુજન્ય અલૌકિક પ્રત્યક્ષ થાય. તેથી અંધકારાદિમાં ચક્ષુ વગેરેથી તેવું જ્ઞાન-અલૌકિક પ્રત્યક્ષ થતું નથી. (a.) વિષથી યથ તથૈવ વ્યાપારને જ્ઞાનનક્ષ: I (मु.) 'ननु ज्ञानलक्षणा प्रत्यासत्तिर्यदि ज्ञानरूपा, सामान्यलक्षणाऽपि ज्ञानरूपा, तदा तयोर्भेदो न स्यादत आह वे पीति। सामान्यलक्षणा प्रत्यासत्तिर्हि तदाश्रयस्य ज्ञानं जनयति । ज्ञानलक्षणा प्रत्यासत्तिस्तु यद्विषयकं ज्ञानं तस्यैव प्रत्यासत्तिः। अत्राऽयमर्थः - प्रत्यक्षेसन्निकर्ष विना भानं न सम्भवति. तथा च सामान्यलक्षणां विना धमत्वेन सकलधूमानां, वह्नित्वेन सकलवह्नीनांच भानं कथं भवेत् ? तदर्थं सामान्यलक्षणा स्वीक्रियते। न च सकलवह्निधूमभानाभावे का क्षतिरिति वाच्यम्, प्रत्यक्षधूमे वह्निसम्बन्धस्य गृहीतत्वात्, अन्यधूमस्य चाऽनुपस्थितत्वात् 'धूमो वह्निव्याप्यो न वा' इति संशयानुपपत्तेः । मन्मते तु सामान्यलक्षणया सकलधूमोपस्थितौ कालान्तरीयदेशान्तरीयधूमे वह्निव्याप्यत्वसन्देहः सम्भवति। न च सामान्यलक्षणास्वीकारे प्रमेयत्वेन सकलप्रमेयज्ञाने जाते सार्वज्ञयापत्तिरिति वाच्यम्। प्रमेयत्वेन सकलप्रमेयज्ञाने जातेऽपि विशिष्य सकलपदार्थानामज्ञातत्वेन सार्वज्ञयाभावात्। (ક.) (જ્ઞાન) જેનો વિષય હોય તેના જ (અલૌકિક પ્રત્યક્ષ માટેનો) વ્યાપાર જ્ઞાનલક્ષણાસંનિકર્ષ છે. (મુ.) શંકા જો જ્ઞાનલક્ષણા પ્રત્યાત્તિ જ્ઞાનરૂપ છે ને સામાન્યલક્ષણા પ્રયાસત્તિ પણ જ્ઞાનરૂપ છે તો એ બેનો ભેદ નહીં રહે.. આવી શંકાના સમાધાન માટે ૬૫મી કારિકાના પૂર્વાર્ધમાં વિજયી.... ઇત્યાદિ કહ્યું છે. સામાન્યલક્ષણા પ્રત્યાસત્તિ તેના (=જ્ઞાનવિષયભૂત સામાન્યના) આશ્રયનું જ્ઞાન કરાવે છે. (જ્યારે) જ્ઞાનલક્ષણા પ્રત્યાસત્તિ તો તેની (=જ્ઞાનના વિષયની જ) પ્રત્યાસત્તિ બને છે. (અર્થાત તે વિષયનું જ જ્ઞાન કરાવે છે.) અહીં આ અર્થ જાણવો - પ્રત્યક્ષમાં સંનિકર્ષ વિના જ્ઞાન થઈ શકતું નથી. એટલે સામાન્યલક્ષણા વિના ઘૂમત્વેન સકલ ધૂમનું ને વદ્વિવેન સકલ વહ્નિનું જ્ઞાન શી રીતે થાય? તેથી એ માટે સામાન્યલક્ષણા પ્રત્યાસત્તિ સ્વીકારાય છે. “સકલ વહ્નિ-ધૂમનું જ્ઞાન ન હોય તો શું વાંધો છે?” એવી શંકા ન કરવી, કારણ કે પ્રત્યક્ષધૂમમાં વહ્નિના સંબંધનો તો નિર્ણય થઈ ગયો છે અને અન્ય ઘૂમ તો અનુપસ્થિત હોવાથી ધૂમ વદ્વિવ્યાપ્ય છે કે નહીં? એવો સંશય અસંગત બની રહે છે. મારા મતે તો સામાન્ય લક્ષણાથી સકલવૂમની ઉપસ્થિતિ થવા પર કાલાજારીય-દેશાન્તરીય ધૂમમાં વદ્વિવ્યાપ્યત્વનો સંદેહ સંભવી શકે છે. સામાન્ય લક્ષણાને માનવામાં તો પ્રમેયત્વેન સલ પ્રમેયોનું જ્ઞાન થયે સર્વજ્ઞતાની આપત્તિ આવશે” એવી શંકાનકરવી, કારણ કે પ્રમેયત્વેન બધા પ્રમેયનું જ્ઞાન થઈ જવા છતાં વિશેષરૂપે સકલ પદાર્થો અજ્ઞાત રહેવાથી સર્વજ્ઞતાનો અભાવ છે જ. (વિ.)(૧) શંકા પ્રાચીનોએ સામાન્યલક્ષણાને સામાન્ય સ્વરૂપ માનેલી...પણ નવ્યોએતો એને (સામાન્યના) જ્ઞાનસ્વરૂપ માની.... વળી જ્ઞાનલક્ષણા પણ જ્ઞાનસ્વરૂપ છે. તો એ બેમાં ભેદ શું રહેશે? (૨) સમાધાનઃ સામાન્યલક્ષણા પ્રયાસત્તિ પોતાના વિષયના (વિષયભૂત સામાન્યના) આશ્રયનું (અર્થાત્ તદ્વાનું) જ્ઞાન કરાવે છે જ્યારે જ્ઞાનલક્ષણા પ્રયાસત્તિ પોતાના વિષયનું જ (અર્થાત્ તતું જ) જ્ઞાન કરાવે છે. આશય એ છે કે ઘટવર્ મૂતત્રમ્ આવું ચાક્ષુષ લૌકિક પ્રત્યક્ષ જે થાય છે તેના વિષયભૂત તટ સ્વરૂપ જે સામાન્ય, તે સામાન્યનું જ્ઞાન પ્રત્યાસત્તિનું કામ કરી તદ્ઘટના જે કોઈ આશ્રય હોય એનું જ્ઞાન કરાવે છે. પણ જ્ઞાનલક્ષણાસંનિકર્ષમાં આવું નથી. ગઈકાલે ચંદનની સૌરભનું જ્ઞાન થયેલું. ને આજે દૂરથી જ ચંદનને જોતાં સૌરભનું સ્મરણ થઈ ગયું

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244