________________
ચોવાજ સંનિકર્ષ
231
द्वैविध्याद्धर्मस्यापि द्वैविध्यमिति भावः ॥६५॥युक्तस्येति। युक्तस्य तावद्योगजधर्मसहायेन मनसाऽऽकाशपरमाण्वादिनिखिलपदार्थगोचरं ज्ञानं सर्वदैव भवितुमर्हति, द्वितीयस्य चिन्ताविशेषोऽपि सहकारीति॥ इति श्री विश्वनाथपश्चाननभट्टाचार्यविरचितायां सिद्धान्तमुक्तावल्यां प्रत्यक्षपरिच्छेदः समाप्तः॥
(યોગજ સંનિકર્ષ) (ક.) યોગજ સંનિકર્ષ યુક્ત અને મુંજાનભેદે બે પ્રકારે કહેવાયો છે. યુક્તયોગીને સર્વદા જ્ઞાન હોય છે, અપર= બીજો મુંજાનસંનિકર્ષ ચિત્તાસહકત હોય છે.
) કૃતિ-પુરાણાદિમાં પ્રતિપાદિત, યોગાભ્યાસજનિત ધર્મવિશેષ એ યોગજ સંનિકર્ષ છે. યોગીઓના યુક્તયોગી અને મુંજાનયોગી એમ બે ભેદ હોવાથી એ ધર્મવિશેષના પણ બે ભેદ છે. યુક્ત યોગીને યોગજધર્મની સહાયથી મનથી આકાશ-પરમાણુ વગેરે સંપૂર્ણપદાર્થવિષયક જ્ઞાન હંમેશા હોય છે. બીજાને ચિન્તાવિશેષ પણ સહકારી છે.
(વિ.) યોગાભ્યાસથી ઉત્પન્ન થનાર ધર્મવિશેષ બે પ્રકારે હોય છે. ઈશાનુગ્રહયુક્ત સ્વચ્છજ્ઞાન અને ઉત્કૃષ્ટ પુણ્ય. આમાંનું પ્રથમ – ઈશાનુગ્રહયુક્ત સ્વચ્છજ્ઞાનરૂપ ધર્મવિશેષ જેને ઉત્પન્ન થયો હોય તે યુક્તયોગી કહેવાય છેને ઉત્કૃષ્ટપુણ્યવાળા યોગીને મુંજાનયોગી કહેવાય છે. યુક્તયોગીને આઈશાનુગ્રહયુક્ત સ્વચ્છજ્ઞાનરૂપ ધર્મવિશેષથી સહકૃત મન દ્વારા આકાશથી માંડી પરમાણુ સુધીના સઘળા પદાર્થોનું જ્ઞાન હંમેશા થયા કરે છે. મુંજાનયોગીને એમ હંમેશા જ્ઞાન ફરતું નથી. પણ ચિંતાવિશેષ (ઉપયોગ) પણ સહકારી છે. જેના અંગે ચિંતા પ્રવર્તે તે જણાય.
આમ યુક્તયોગજસંનિકર્ષ અને મુંજાનયોગજસંનિકર્ષ એમ બે પ્રકારના યોગજ સંનિકર્ષ જાણવા.
આમ શ્રી વિશ્વનાથપંચાનન ભટ્ટાચાર્યવિરચિત ન્યાયસિદ્ધાન્તમુક્તાવલીમાં પ્રત્યક્ષ પરિચ્છેદ પૂર્ણ થયો. તથા તપાગચ્છીય જૈનાચાર્ય બ્રહ્મચર્યમૂર્તિ સિદ્ધાંતમહોદધિ સ્વ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના પટ્ટાલંકાર વર્ધમાનતપોનિધિન્યાયવિશારદસ્વ. આચાર્યવર્યશ્રીમવિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. ના પરમ અનુગ્રહબળે, તેઓ શ્રીમદ્ભા પટ્ટાલંકાર સહજાનંદી સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ઘર્મજિતસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન શ્રી સૂરિમત્ર પંચપ્રસ્થાનારાધક આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યાણ મુનિ અભયશેખરવિજયગણીએ ભવ્યજીવોના આત્મહિતાર્થે કરેલું એનું વિવેચન સાનંદ સંપૂર્ણ થયું.
રામ ભવતુ શ્રી શ્રમસિંચ....
પૂ. પંન્યાસશ્રી અભયશેખર વિજયજી ગણિવર
લિખિત ઉપદેશાત્મક સાહિત્ય (૧) હંસા ! તું ઝીલ મૈત્રી સરોવરમાં.. (૨) અવિખ્ખા અણાણદે... (૩) હું છું સેવક તારો રે.. (૪) હૈયું મારું નૃત્ય કરે..... - (૫) હા પસ્તાવો વિપુલ ઝરણું...
(૬) હું કરું હું કરું એ જ અજ્ઞાનતા.. 3. (૭) કર પડિક્કમણું ભાવશું.”
મ