________________
230
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ઉત્તરઃ પ્રમેયત્વેન (=પ્રમેયત્વ નામના સામાન્યધર્મધી) સઘળા પદાર્થોનું જ્ઞાન હોવા છતાં વિશેષ ધર્મોથી જ્ઞાન ન હોવાથી સર્વજ્ઞતા આવતી નથી.
(मु.) एवं ज्ञानलक्षणाया अस्वीकारे सुरभि चन्दनमिति ज्ञाने सौरभस्य भानं कथं स्यात् ? यद्यपि सामान्यलक्षणयाऽपि सौरभस्य भानं सम्भवति, तथाऽपि सौरभत्वस्य भानं ज्ञानलक्षणया। एवं यत्र धूमत्वेन धूलीपटलं ज्ञातं, तत्र धूलीपटलस्यानुव्यवसाये भानं ज्ञानलक्षणया ।।
(જ્ઞાનલક્ષણા સંનિકર્ષ) (મ.) એમ જ્ઞાનલક્ષણા સંનિકર્ષ માનવામાં ન આવે તો કુરમ વન્દન’ એવા જ્ઞાનમાં સૌરભનું ભાન શી રીતે થાય? જો કે સામાન્યલક્ષણાથી પણ સૌરભનું ભાન સંભવી શકે છે, તો પણ સૌરભત્વનું ભાન જ્ઞાનલક્ષણાથી માનવું પડે. એમ જ્યાં ધૂમત્વેન ધૂલીપટલનું જ્ઞાન થયું ત્યાં ધૂલીપટલનું અનુવ્યવસાયમાં જ્ઞાન જ્ઞાનલક્ષણાથી થાય છે.
(વિ.) (પ્રશ્નઃ જ્ઞાનલક્ષણા સંનિકર્ષ માનવાની શી જરૂર છે ?)
ઉત્તરઃ સુરમ વન્દનમ્ આવું જે ચક્ષુજન્ય પ્રત્યક્ષ થાય છે એમાં ચન્દન અને ચન્દનત્વ સાથે તો ચક્ષુના ક્રમશઃ સંયોગ અને સ્વસંયુક્તસમવાય સંનિકર્ષ હોવાથી ને એ ચક્ષુના વિષય હોવાથી એનું ચાક્ષુષ પ્રત્યક્ષ થઈ જાય. પણ સૌરભ તો ધ્રાણેન્દ્રિયનો વિષય છે, ને એનો સંનિકર્ષ તો છે નહીં. તેથી એ અંશમાં અલૌકિક સંનિકર્ષ માનવો પડે છે. ગઈકાલે સુરભિનું ઘાણજપ્રત્યક્ષ થયેલું ને એના સંસ્કાર પડેલા. એ સંસ્કાર આજે ઉબુદ્ધ થયા. ને તેથી સૌરભનું સ્મરણાત્મક જ્ઞાન થયું. આ સ્મરણાત્મક જ્ઞાન એ જ જ્ઞાનલક્ષણા સંનિકર્ષ. અર્થાત્ (વધુ)સંયુમન - સંયુક્રેત્મસમવેતજ્ઞાન રૂપ સંનિકર્ષથી સૌરભાશનું ભાન થાય છે. આમ, દૂર રહેલા ચંદનના ટુકડાને જોઈને સુરમિ વન્દનમ્ એવું જે જ્ઞાન થાય છે તે ચંદનાંશમાં લૌકિકસંનિકર્ષજન્ય છે ને સૌરભાશમાં અલૌકિક સંનિકર્ષજન્ય છે.
પ્રશ્નઃ સૌરભ સાથે ધ્રાણેન્દ્રિયસંનિકર્ષ ન હોવાથી અલૌકિકસંનિકર્ષ માનવો પડે છે એ તો બરાબર..... પણ એ સામાન્યલક્ષણા સંનિકર્ષ જ માની લ્યો ને.... નવો જ્ઞાનલક્ષણાસંનિકર્ષ માનવાનું ગૌરવ શા માટે?
ઉત્તરઃ સૌરભનું જ્ઞાન સામાન્યલક્ષણાથી થઈ શકે છે. પણ એ માટે સૌરભત્વનું (સામાન્યનું) જ્ઞાન તો જોઈશે ને (જે પ્રયાસત્તિનું કામ કરશે.) આ જ્ઞાન કેવી રીતે કરવું? કારણ કે એ પણ ધ્રાણેન્દ્રિયનો જ વિષય છે જેનો સંનિકર્ષ છે નહીં. એટલે એ સૌરભત્વના જ્ઞાન માટે તો એના સ્મરણાત્મક જ્ઞાનરૂપ જ્ઞાનલક્ષણા સંનિકર્ષ માનવો જ પડે છે.
એમ જ્યાં, ધૂલીપટલનું ધૂમત્વેન જ્ઞાન થયું, અર્થાત્ “માં ધૂમ એવું ભ્રમાત્મક પ્રત્યક્ષ થયું ને પછી ખ્યાલ આવવા પર (ધૂતીવટતં ધૂમન્વેન જ્ઞાનામિક) ઘૂમત્વાર્વચ્છિન્નપુતીષદપ્રમવાનરનું આવો અનુવ્યવસાય થાય છે એમાં ઘૂમત્વ, ધૂલીપટલ ને ભ્રમ આ ત્રણે ભાસે છે. ભ્રમ સાથે તો મનનો સંનિકર્ષ છે. પણ ધૂમત્વ અને ધૂલીપટલ સાથે મનનો લૌકિકસંનિકર્ષતો છે નહીં. વળી ધૂલીપટલમાં ઘૂમત્વન હોવાથી સામાન્યલક્ષણા સંનિકર્ષ પણ સંભવતો નથી. તેથી જ્ઞાનલક્ષણાસંનિકર્ષ માનવો પડે છે. (1.) યોગ દિવિઘ પ્રોmો યુયુક્શાનખેલતા હતા
युक्तस्य सर्वदा भानं चिन्तासहकृतोऽपरः। (मु.) योगज इति । योगाभ्यासजनितो धर्मविशेषः श्रुतिपुराणादिप्रतिपाद्य इत्यर्थः । युक्तयुञ्जानरूपयोगि