________________
સામાન્યનું જ્ઞાન એ પ્રત્યાત્તિ
227
અહીં ચાક્ષુષપ્રત્યક્ષમાં પ્રકારીભૂત તદ્ઘટ રૂપ જે સામાન્ય, એ નષ્ટ થઈ ગયો હોવાના કારણે હવે પ્રત્યાત્તિરૂપ બની શકતો નથી.... ને છતાં, તદ્ઘટવાન્ના સ્મરણ દ્વારા સામાન્યલક્ષણાથી સઘળા તદ્ઘટવાનું અલૌકિક પ્રત્યક્ષ થાય તો છે જ. માટે વ્યતિરેક વ્યભિચાર...
(૨) ચક્ષનો ઘડા સાથે સંનિકર્ષ થયો ને ઇન્દ્રિયસંબદ્ધ (જે ઘડો ત) વિશેષ્યક ઘટઃ એવું જ્ઞાન થયું. આમાં પ્રકારીભૂત સામાન્ય ઘટત્વ બીજે દિવસે પણ વિદ્યમાન છે. તો બીજે દિવસે ઇન્દ્રિયસંબંધ વિના (અને તેથી ઘટઃ એવા જ્ઞાન વિના) જ એ, ઇન્દ્રિયસંબદ્ધવિશેષ્યક જ્ઞાનપ્રકારીભૂત બની ચૂકેલા ઘટત્વથી સકલઘટનું અલૌકિક પ્રત્યક્ષ થવું જોઈએ, પણ એ થતું તો નથી. માટે અન્વયવ્યભિચાર.
તેથી સામાન્ય એ પ્રયાસત્તિ નથી, પણ સામાન્યનું જ્ઞાન એ પ્રયાસત્તિ છે એમ નવ્યો કહે છે. (૧) માં તદ્ઘટ નાશ પામ્યો હોવા છતાં એનું (સ્મરણાત્મક) જ્ઞાન (રૂપ પ્રત્યાસત્તિ) હાજર હોવાથી તદ્ઘટવાનું અલૌકિક પ્રત્યક્ષ થવામાં વ્યતિરેક વ્યભિચાર નથી. (૨) માં ઘટત્વાત્મક સામાન્ય વિદ્યમાન હોવા છતાં એના જ્ઞાનસ્વરૂપ પ્રત્યાત્તિ ન હોવાથી અલૌકિક પ્રત્યક્ષ થતું નથી. માટે અન્વયવ્યભિચાર પણ રહેતો નથી. (વ.) ગારિરશ્રયાળાં તુ સામાન્યજ્ઞાનમત્તે !
तदिन्द्रियजतद्धर्मबोधसामग्रयपेक्ष्यते ॥ ६४॥ (પુ.) આત્તિ પ્રત્યાત્તિરિત્યર્થા તથા ૪ સામચિહ્નક્ષ:' રૂત્યત્ર “નક્ષત” વિષયોડર્થ, તસ્મसामान्यविषयकं ज्ञानं प्रत्यासत्तिरित्यर्थो लभ्यते । ननु चक्षुःसंयोगादिकं विनापि सामान्यज्ञानं यत्र वर्तते, तत्र सकलघटादीनां चाक्षुषप्रत्यक्षं स्यादत आह - तदिति । अस्यार्थः - यदा बहिरिन्द्रियेण सामान्यलक्षणया ज्ञानं जननीयं, तदा यत्किञ्चिद्धर्मिणि तत्सामान्यस्य तदिन्द्रियजन्यज्ञानस्य सामग्यपेक्षिता, साचसामग्री चक्षुःसंयोगालोकसंयोगादिकं, तेनान्धकारादौ चक्षुरादिना तादृशं ज्ञानं न जन्यते॥ ६४॥
(ક.) આશ્રયોની આસક્તિ ( પ્રત્યાત્તિ તરીકે) સામાન્યજ્ઞાન મનાયું છે. એ તે ઇન્દ્રિયથી જ તે ધર્મના બોઘની સામગ્રીની અપેક્ષા રાખે છે.
(મુ.) આસક્તિ એટલે પ્રત્યાસત્તિ. (અહીંસામાન્યના જ્ઞાનને પ્રત્યાત્તિ કહી છે) એટલે “સામાન્યલક્ષણ’ આશબ્દમાં ‘લક્ષણ” શબ્દનો અર્થ “વિષય' જાણવો. તેથી સામાન્યવિષયકજ્ઞાન એ પ્રયાસત્તિ છે એવો અર્થ થશે.-ચક્ષુસંયોગાદિ વિના પણ જ્યાં સામાન્યજ્ઞાન થશે, ત્યાં સકલઘટાદિનું ચાક્ષુષપ્રત્યક્ષ (ચક્ષુજન્ય અલૌકિક પ્રત્યક્ષ) થવાની આપત્તિ આવશે... -આવી શંકા વારવા માટે તિિન્દ્રય... ઇત્યાદિ ઉત્તરાર્ધ કહ્યો છે. એનો અર્થ જ્યારે બહિરિન્દ્રિયથી સામાન્યલક્ષણાથી જ્ઞાન કરવાનું હોય ત્યારે કોઈ એક ધર્મી (=આશ્રય)માં તે સામાન્યનું તે ઇન્દ્રિયજન્યજ્ઞાન માટે જે સામગ્રી જોઈએ, તે સામગ્રી અપેક્ષિત હોય છે. અને તે સામગ્રી ચક્ષુસંયોગ-આલોક સંયોગ વગેરે છે. તેથી અંધકારાદિમાં ચક્ષુ વગેરે દ્વારા તેવું જ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી.
(વિ.) નવ્યો સામાન્યના જ્ઞાનને પ્રત્યાસત્તિ માને છે. તેથી લક્ષણ' શબ્દનો અર્થ વિષય કર્યો. સામાન્ય છે લક્ષણ (=વિષય) જેનું એવું (જ્ઞાન) એ સામાન્યલક્ષણા પ્રત્યાત્તિ.
શંકા સામાન્યનું જ્ઞાન જ જો પ્રયાસત્તિ છે તો એતો, એ સામાન્યનું ભૂતલાદિ અધિકરણમાં ઇન્દ્રિયસંનિકર્ષજન્ય જ્ઞાન ન હોય તો પણ સ્મૃતિ-અનુમિતિ વગેરે રૂપ જ્ઞાન થઈ શકે છે, ને એ જ્ઞાન સંનિકર્ષનું કામ કરીને એના સકલ આશ્રયનું ચક્ષુજન્ય અલૌકિક પ્રત્યક્ષ કરાવી દેશે. પણ એ યોગ્ય તો નથી.... કારણ કે ચક્ષુજન્ય અલૌકિક પ્રત્યક્ષ પ્રત્યે સામાન્યનું ચક્ષુજન્ય લૌકિક પ્રત્યક્ષ જ અલૌકિકસંનિકર્ષદ્વારાકારણ છે. એટલે ઇન્દ્રિયસંયોગ વિના જ સામાન્યના