________________
સામાન્યલક્ષણ પ્રત્યાસત્તિ
225
આમાં જો ઇન્દ્રિયસંબદ્ધપ્રકારીભૂત (સામાન્ય એ સંનિકર્ષ) એટલું જ જો કહેવામાં આવે તો ધૂલીપટલમાં ધૂમત્વનો ભ્રમ થયા બાદ સલઘુમવિષયક જ્ઞાન નહીં થાય, કારણ કે ત્યાં ધૂમત્વની સાથે ઇન્દ્રિયનો સંબંધ નથી. મારા મતે તો ઇન્દ્રિયસંબદ્ધધૂલીપટલ, તવિશેષ્યકધમઃ એવું જ્ઞાન, તેમાં પ્રકારીભૂત ઘુમત્વ એપ્રયાસત્તિ. આમાં ઇન્દ્રિયસંબંધલૌકિક લેવો. આ બધી વાતબપિરિન્દ્રિય સ્થળે જાણવી. માનસસ્થળે તો જ્ઞાનપ્રકારીભૂત સામાન્ય એ પ્રત્યાસત્તિ...... આટલું જ જાણવું.
(વિ.) સામાન્યલક્ષણાપ્રત્યાત્તિમાંલક્ષણ શબ્દના અર્થબેછેઃ સ્વરૂપ અને વિષય. પ્રાચીન મતે સામાન્યસ્વરૂપ પ્રયાસત્તિ. અર્થાત્ ધૂમત્વાદિ સામાન્ય પોતે જ પ્રયાસત્તિ છે. નવ્ય મતે સામાન્ય છે વિષય જેનો એવું જ્ઞાન.. અર્થાત્ સામાન્યવિષયક જ્ઞાન પ્રયાસત્તિ છે. પહેલાં પ્રાચીનોનો મત જણાવે છે.
એમાં સામાન્ય એ જ પ્રયાસત્તિ. એટલે ઇન્દ્રિયસંબદ્ધ જે પદાર્થ, તે પદાર્થને વિશેષ્ય તરીકે લઈને પ્ર ૯, જે જ્ઞાન, તે જ્ઞાનમાં પ્રકાર તરીકે ભાસતું સામાન્ય એપ્રયાસત્તિનું કાર્ય કરીતે સામાન્યના (ધૂમવાદિના) આશ્રયાભૂત જે કોઈ હોય તે બધાનું (સકલ ધૂમ વગેરેનું) પ્રત્યક્ષ કરાવે છે.
(પ્રશ્નઃ આવું માનવાની શી જરૂર છે?).
(ઉત્તરઃ મહાનસ વગેરેમાં ધૂમ અને વહિને જોઈને વ્યાપ્તિનો જે નિર્ણય થાય છે કે જ્યાં જ્યાં ધૂમ, ત્યાં ત્યાં વહ્નિ... આ નિર્ણય, જો સકલ ધૂમ અને સકલ વહ્નિ ઉપસ્થિત ન થયા હોય તો શી રીતે થાય? એટલે સકલવૂમનું પ્રત્યક્ષ તો માનવું પડે છે. પણ એ બધા સાથે ચક્ષુસંયોગ-સંનિકર્ષ તો છે નહીં. એટલે ધૂમમાં રહેલ ઘૂમત્વ, કે જે બધા ધૂમમાં સંબદ્ધ છે, તે સંનિકર્ષનું કામ કરે છે એવી કલ્પના કરાય છે.
(૧) અહીં ચક્ષુસંબદ્ધ છે (માનસીય) ધૂમ.... તેને વિશેષ્ય તરીકે રાખીને થયેલું પ્રત્યક્ષ તે મયં ધૂમ એવું જ્ઞાન. એમાં ધૂમત્વ પ્રકાર તરીકે ભાસે છે. માટે એ પ્રત્યાસત્તિ બની બધા ધૂમની ધૂમઃ એમ ઉપસ્થિતિ કરી આપશે. (આ જ રીતે વહ્નિત્વ, સકલ વહ્નિની ઉપસ્થિતિ કરી આપશે) તેથી પછી યત્ર યત્ર ધૂમતંત્ર તત્ર વહિં એવી વ્યાપ્તિનો નિર્ણય થઈ શકશે.
(૨) પ્રશ્નઃ અહીં મહાનસીય ધૂમ ઇન્દ્રિયસંબદ્ધ છે, ને ઘૂમત્વ એમાં પ્રકાર છે. એટલે ઇન્દ્રિયસંબદ્ધપ્રકારીભૂત સામાન્ય એ પ્રત્યાત્તિ... આટલું જ કહેવાથી અર્થ સરી જાય છે. તો ઇન્દ્રિયસંબદ્ધ વિશેષ્યક જ્ઞાન.... એમ વચ્ચે જ્ઞાનને લાવવાનું ગૌરવ શા માટે ?
ઉત્તરઃ જ્યાં ધૂલીપટલને જોઇને અયં ધૂમઃ એવો ભ્રમ થયો, ત્યાં પણ ઘૂમઃ એવું સકલધૂમવિષયક જ્ઞાન થાય તો છે. પણ તમે કહ્યું એ પ્રમાણે જ્ઞાનનો અપ્રવેશ કરીને લાઘવ કરવામાં આવે તો એ થઈ નહીં શકે. કારણ કે.. આવા સ્થળે પણ ઇન્દ્રિયસંબદ્ધ તો ઘૂળ છે, ધૂમ નહીં. તેથી એમાં ધૂમત્વ પ્રકાર ન હોવાથી પ્રયાસત્તિ રૂપ ન બનવાના કારણે ઘૂમઃ એવું જ્ઞાન નહીં કરાવી શકે.
પણ જ્ઞાનનો સમાવેશ કરવાના મારા મતે તો, ઇન્દ્રિય સંબદ્ધ ભલે ઘૂળ છે, પણ એને વિશેષ્ય તરીકે રાખીને તો મયં ધૂમ: એવું (ભ્રમાત્મક) જ્ઞાન પણ થઈ શકે છે જેમાં પ્રકાર તરીકે ઘૂમત્વ ભાસે છે. તેથી એ ધૂમ–પ્રયાસત્તિ બની સકલ ઘૂમની ઉપસ્થિતિ કરાવી શકશે.
(૩) ઇન્દ્રિયસંબદ્ધ આવું કહ્યું છે તેમાં ઇન્દ્રિયસંબંધલૌકિક જાણવો. અન્યથા જ્ઞાનલક્ષણાસંનિકર્ષરૂપસંબંધથી ધૂમ ચક્ષુસંબદ્ધ હોય તો પણ, ચક્ષુજન્ય જે ધૂમ એવું જ્ઞાન થયું હોય ને પછી તરત ઘૂમધ્વંસ થયો હોય - તેથી હવે સીધો ચક્ષુસંબંધ ન હોવા છતાં, તેના પ્રકાર તરીકે ભાસતું ઘૂમત્વ પ્રત્યાત્તિ બની બધા ધૂમની ઉપસ્થિતિ કરાવી દે એવી આપત્તિ આવે.