________________
224
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
ત્યાં અભાવનું પ્રત્યક્ષ થાય. (૪) જ્યાં આલોક સંયોગ વગેરે છે ત્યાં ઘડો ન દેખાવા રૂપ અનુપલબ્ધિ યોગ્ય છે, કારણ કે “જો અહીં ઘડો હોત તો દેખાત' એવું કહી શકાય છે. તેથી અહીં ઘટાભાવનું પ્રત્યક્ષ થાય છે. અંધકારમાં આવું કહી શકાતું ન હોવાથી અનુપલબ્ધિ યોગ્ય નથી, ને તેથી અભાવનું ચાક્ષુષપ્રત્યક્ષ થતું નથી. છતાં ત્યાં પણ જો અહીં ઘડો હોત તો સ્પર્શ થાત” આવું કહી શકાતું હોવાથી ઘટાભાવનું સ્પાર્શનપ્રત્યક્ષ થઈ શકે છે.
(૫) “આમાં ગુરુત્વ હોત તો દેખાત“શરીરમાં આત્મા હોત તો દેખાત’ આવું બધું કહી શકાતું ન હોવાથી ગુરુત્વાભાવનું પ્રત્યક્ષ કે આત્માના અભાવનું ચાક્ષુષ પ્રત્યક્ષ સંભવતું નથી.
(૬) ઘડામાં ઉદ્ભરૂપ દેખાય છે. એટલે જો વાયુમાં ઉદ્ભરૂપ હોત તો દેખાત” એમ કહી શકાય છે. તેથી વાયુમાં ઉદ્ભરૂપાભાવ પ્રત્યક્ષ છે. એમ પાષાણમાં ગંધાભાવ વગેરે અંગે જાણવું.
(૭) મૂતત્વે પટમાવઃ વગેરે સંસર્ગાભાવનું પ્રત્યક્ષ થાય છે, કારણ કે એના પ્રતિયોગી ઘટાદિ પ્રત્યક્ષયોગ્ય છે. તમે પિશાવામાવઃ વગેરે સંસળંભાવનું પ્રત્યક્ષ થતું નથી, કારણ કે એના પ્રતિયોગી પિશાચાદિ પ્રત્યક્ષયોગ્ય નથી. તેથી જણાય છે કે સંસર્ગાભાવના પ્રત્યક્ષમાં પ્રતિયોગીની યોગ્યતા અપેક્ષિત છે. પણ, અન્યોન્યાભાવના પ્રત્યક્ષમાં એ અપેક્ષિત નથી, કારણ કે સ્તબ્બાદિમાં આ પિશાચ નથી' એવો પિશાચભેદ તો પ્રત્યક્ષ થાય છે જ. છતાં, પિશાચાદિમાં સ્તભંભેદનું આ સ્તંભ નથી' એવું પ્રત્યક્ષ થતું નથી. તેથી જણાય છે કે અન્યોન્યાભાવના પ્રત્યક્ષમાં પ્રતિયોગી નહીં, પણ અધિકરણ યોગ્ય જોઈએ. (વ.) વિવસ્તુ વ્યાપાન્નિવિઘ પરિવર્તિતઃ |
સામાન્યનક્ષનો જ્ઞાનાન્નક્ષનો યોગ તથા કે (मु.) एवं प्रत्यक्षंलौकिकालौकिकभेदेन द्विविधम्, तत्र लौकिकप्रत्यक्षेषोढा सन्निकर्षावर्णिताः। अलौकिकसन्निकर्षस्त्विदानीमुच्यते - अलौकिकस्त्विति । व्यापारः सन्निकर्षः। सामान्यलक्षण इति । सामान्य लक्षणं यस्येत्यर्थः। तत्र लक्षणपदेन यदि स्वरूपमुच्यते तदा सामान्यस्वरूपा प्रत्यासत्तिरित्यर्थो लभ्यते, तच्चेन्द्रियसम्बद्धविशेष्यकज्ञानप्रकारीभूतं बोध्यं, 'तथाहि - यत्रेन्द्रियसंयुक्तो धूमादिः, तद्विशेष्यकं धूम इति ज्ञानं यत्र जातं, तत्र ज्ञाने धूमत्वं प्रकारः, तत्र धूमत्वेन सन्निकर्षेण धूमा इत्येवं रूपं सकलधूमविषयकं ज्ञानं जायते। अत्र यदीन्द्रियसम्बद्धप्रकारीभूतमित्येवोच्यते, तदा धूलीपटले धूमत्वभ्रमानन्तरं सकलधूमविषयकं ज्ञानं न स्यात्, तत्र धूमत्वेन सह इन्द्रियसम्बन्धाभावात्। मन्मते त्विन्द्रियसम्बद्धं धूलीपटलं, तद्विशेष्यकं धूम इति ज्ञानं तत्र प्रकारीभूतं धूमत्वं प्रत्यासत्तिः। इन्द्रियसम्बन्धश्च लौकिको ग्राह्यः । इदं च बहिरिन्द्रियस्थले, मानसस्थले तु ज्ञानप्रकारीभूतं सामान्यं प्रत्यासत्तिः॥६३॥
(સામાન્યલક્ષણા પ્રત્યાસત્તિ). (ક.) અલૌકિક વ્યાપાર ત્રણ પ્રકારે કહેવાયો છે - સામાન્ય લક્ષણા, જ્ઞાનલક્ષણા અને યોગજ.
(મુ.) આમ પ્રત્યક્ષલૌકિક અને અલૌકિક ભેદે દ્વિવિઘ છે. તેમાં લૌકિક પ્રત્યક્ષમાં પવિધસંનિકર્ષનું વર્ણન કર્યું. અલૌકિકસંનિકર્ષ હવે કહેવાય છે. વ્યાપાર એટલે સંનિકર્ષ (અલૌકિકસંનિકર્ષ ત્રણ પ્રકારે છે - સામાન્યલક્ષણા, જ્ઞાનલક્ષણા અને યોગજ.) સામાન્ય છે લક્ષણ જેનું તે સામાન્યલક્ષણ. તેમાં ‘લક્ષણ’ શબ્દથી જો “સ્વરૂપ' એવો અર્થ અભિપ્રેત હોય તો (સામાન્ય છે સ્વરૂપ જેનું તે) સામાન્ય સ્વરૂપ પ્રયાસત્તિ એવો અર્થ થાય. (એટલે સામાન્ય પોતે જ પ્રયાસત્તિબને.) એ (સામાન્ય) ઇન્દ્રિયસમ્બદ્ધ (પદાર્થ છે) વિશેષ્ય જેનો (તેવા) જ્ઞાનના પ્રકારભૂત જાણવું. તે આ રીતે - જ્યાં ઇન્દ્રિયસંયુક્ત છે ધૂમાદિ. તવિશેષ્યક “ધૂમઃ' એવું જ્ઞાન જ્યાં થયું ત્યાં જ્ઞાનમાં ઘૂમત્વ પ્રકાર છે. ત્યાં, આ ઘૂમત્વરૂપ સંનિકર્ષથી ધૂમાઃ' એવું સકલઘુમવિષયક જ્ઞાન થાય છે.