Book Title: Nyaya Siddhant Muktavali Part 01
Author(s): Abhayshekharsuri Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 234
________________ ચોગાનુપલબ્ધિ 223 (યોગ્યા અનુપલબ્ધિ). (કા.) જો (પ્રતિયોગી) હોત તો જણાત આવું ક્યાં કહી શકાતું હોય (તે અભાવનું પ્રત્યક્ષ થાય છે.) પ્રત્યક્ષમાં યોગ્યઅનપલખ્યિ કારણ છે. તે આ રીતે - ભૂતલાદિ પર ઘટાદિ જણાય તો ઘટાભાવાદિ જણાતા નથી. તેથી અભાવના પ્રત્યક્ષમાં પ્રતિયોગીની ઉપલબ્ધિનો અભાવ એ કારણ છે. તેમાં = ઉપલબ્ધિના અભાવમાં યોગ્યતા પણ અપેક્ષિત છે. તે (=યોગ્યતા) પ્રતિયોગિસન્તપ્રસંજનપ્રસંજિતપ્રતિયોગિકત્વરૂપ છે. તેનો અર્થ આ પ્રમાણે છે - (જે અભાવનું પ્રત્યક્ષ વિવક્ષિત છે તેના) પ્રતિયોગી ઘટાદિના સત્ત્વની (=વિદ્યમાનતાની) પ્રસક્તિથી (=આરોપથી = સંભાવનાથી “જો અહીં ઘટાદિ હોત તો....' આને પ્રતિયોગીના સત્ત્વની પ્રસક્તિ હેવાય) પ્રસંજિત (=આરોપિત=સંભાવિત) છે ઉપલંભરૂપ પ્રતિયોગી જેનો (=જે અનુપલંભનો) તે (અનુપલંભ) અભાવના પ્રત્યક્ષમાં હેતુ છે. તે આ રીતે - જ્યાં આલોકસંયોગાદિ છે ત્યાં, “જો અહીં ઘડો હોત તો એનો ઉપલંભ થાત” આવું કહી શકાય છે, આવા સ્થળે ઘટાભાવાદિનું પ્રત્યક્ષ થાય છે. અંધકારમાં “જો અહીં ઘડો હોત તો દેખાત” એમ કહી શકાતું નથી. તેથી ઘટાભાવાદિનું અંધકારમાં ચાક્ષુષ પ્રત્યક્ષ થઈ શકતું નથી. સ્પાર્શનપ્રત્યક્ષ તો થાય જ છે, કારણ કે આલોકસંયોગાદિ વિના પણ સ્પાર્શનપ્રત્યક્ષનું આપાદન (જો અહીં ઘડો હોત તો સ્પર્શ થાત” એવી સંભાવના) શક્ય છે. “ગુરુત્વ વગેરે જે પ્રત્યક્ષને અયોગ્ય છે તેનો અભાવ પણ યોગ્ય હોતો નથી, કારણ કે ગુરુત્વ વગેરેના પ્રત્યક્ષનું આપાદન શક્ય નથી. પણ વાયુમાં ઉદ્ભરૂપાભાવ, પાષાણમાં સૌરભભાવ, ગોળમાં તિક્તાભાવ, અગ્નિમાં અનુષ્ણત્વાભાવ, શ્રોત્રમાં શબ્દાભાવ, આત્મામાં સુખાભાવાદિ.... આવા બધા અભાવોનું તે તે ઇન્દ્રિય વડે પ્રત્યક્ષ થાય છે, કેમકે તે તે ઉદ્ધતરૂપ વગેરેના પ્રત્યક્ષનું આપાદન થઈ શકે છે. સંસળંભાવના પ્રત્યક્ષમાં પ્રતિયોગીની યોગ્યતા અને અન્યોન્યાભાવના પ્રત્યક્ષમાં અધિકરણની યોગ્યતા અપેક્ષિત છે. તેથી ખંભાદિમાં પિશાચાદિનો ભેદ પણ ચક્ષુથી જાણી શકાય છે. (વિ.) (૧) ઘટની ઉપલબ્ધિ (પ્રત્યક્ષ) હોય તો ઘટાભાવનું પ્રત્યક્ષ થતું નથી. આ અનુભવસિદ્ધ હકીક્ત જણાવે છે કે ઘટની ઉપલબ્ધિ ઘટાભાવના પ્રત્યક્ષમાં પ્રતિબંધક છે. વળી કોઈપણ કાર્ય પ્રત્યે પ્રતિબંધકાભાવને કારણ મનાયો છે. તેથી ઘટના પ્રત્યક્ષનો અભાવ = પ્રતિયોગીનો ઉપલંભાભાવ = પ્રતિયોગીની અનુપલબ્ધિ એ અભાવપ્રત્યક્ષમાં કારણ છે. (૨) થાંભલામાં પિશાચકે ચક્ષુથી શરીરમાં આત્મા ક્યારેય દેખાતો નથી. એટલે કે એની હંમેશાઅનુપલબ્ધિ હોય છે. છતાં થાંભલામાં પિશાચાભાવ કે શરીરમાં આત્માનો અભાવ છે એમ કહી શકાતું નથી. આનાથી જણાય છે કે જે અભાવના પ્રતિયોગી તે તે ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થવાને અયોગ્ય હોય એવા અભાવનું તે તે ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થઈ શકતું નથી. અર્થાત્ યોગ્ય પ્રતિયોગીની અનુપલબ્ધિ જ અભાવપ્રત્યક્ષનું કારણ બને છે. આમ યોગ્ય પ્રતિયોગીની અનુપલબ્ધિ એમ કહેવું જોઈએ... છતાં યોગ્ય અનુપલબ્ધિ. અર્થાત્ યોગ્ય એવી અનુપલબ્ધિ એવું અહીંઅભિપ્રેત છે. કારણ કે ઘડો તો યોગ્ય પ્રતિયોગી જ છે. છતાં અંધકારમાં તેની જે અનુપલબ્ધિ હોય છે એ ઘટાભાવનું પ્રત્યક્ષ કરાવતી નથી. માટે યોગ્યની અનુપલબ્ધિને કારણ ન કહી શકાય. અંધકારમાં ઘટની અનુપલબ્ધિ એ યોગ્ય અનુપલબ્ધિ નથી. માટે એ અભાવ પ્રત્યક્ષનું કારણ બનતી નથી. (૩) પ્રતિયોગિસર્વપ્રઝનમન્નિતપ્રતિયોગિત્વ રૂપ જે યોગ્યતા કહી એમાં પ્રથમ પ્રતિયોગી શબ્દથી જે અભાવના પ્રત્યક્ષની વિવક્ષા છે તે અભાવનો પ્રતિયોગી લેવાનો છે અને પ્રતિયોગિકત્વ પદમાં જે પ્રતિયોગી છે તે ઉપલબ્ધિના અભાવરૂપ જે અનુપલબ્ધિ તેનો પ્રતિયોગી (એટલે કે ઉપલબ્ધિ પોતે) છે. એટલે અર્થ આવો થશે જે અભાવના પ્રતિયોગીની વિદ્યમાનતાની સંભાવનાથી સંભાવિત બને છે પ્રતિયોગી (ઉપલંભ) જેનો (જે અનુપલંભનો) તે અનુપલંભ યોગ્ય કહેવાય ને એ અભાવપ્રત્યક્ષનું કારણ બને. ટૂંકમાં, “જો ઘડો હોત તો દેખાત...' આ રીતે જ્યાં કહી શકાતું હોય ત્યાં એ ઘડો વગેરે રૂપ પ્રતિયોગી ન જણાવા રૂપ અનુપલબ્ધિ યોગ્ય કહેવાય ને

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244