Book Title: Nyaya Siddhant Muktavali Part 01
Author(s): Abhayshekharsuri Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 232
________________ વિશેષણતા સંનિકર્ષ लौकिकप्रत्यक्षमिन्द्रियसंयोगादिकं विनापि सम्भवति । एवमात्मप्रत्यक्षे मनः संयोगः, आत्मसमवेतमानसप्रत्यक्षे मनःसंयुक्तसमवायः, आत्मसमवेतसमवेतमानसप्रत्यक्षे मनः संयुक्तसमवेतसमवायः कारणम् । 221 (મુ.) એમ ગંધપ્રત્યક્ષમાં પ્રાણસંયુક્તસમવાય અને ગંધસમવેત (ગંધત્વાદિના) પ્રત્યક્ષમાં ઘાણસંયુક્તસમવેતસમવાય એ સંનિકર્ષ છે. રાસનપ્રત્યક્ષમાં રસનાસંયુક્તસમવાય અને રસસમવેત (રસત્વાદિના) પ્રત્યક્ષમાં રસનાસંયુક્તસમવેતસમવાય એ કારણ છે. (આ બંનેથી દ્રવ્યપ્રત્યક્ષ થતું નથી. માટે માત્ર ઘ્રાણસંયોગ કે રસનાસંયોગ એવો સંનિકર્ષ નથી.) શબ્દપ્રત્યક્ષમાં શ્રોત્રાવચ્છિન્નસમવાય અને શબ્દસમવેત (શબ્દત્વાદિ)ના પ્રત્યક્ષમાં શ્રોત્રાવચ્છિન્નસમવેતસમવાય એ કારણ છે. [આકાશાત્મક શ્રોત્રેન્દ્રિયમાં શબ્દ (ગુણ હોવાથી) સમવાયસંબંધથી ઉત્પન્ન થાય છે. સંપૂર્ણ આકાશમાં ઉત્પન્ન થતા બધા જ શબ્દોનું પ્રત્યક્ષ ન થઈ જાય એ માટે શ્રોત્રાવચ્છિન્નસમવાય એમ હ્યું છે.] ઇન્દ્રિયસંયોગ વગેરે જે સંનિકર્ષ કહ્યા તદ્દન્ય બધું પ્રત્યક્ષ લૌકિક જાણવું. આગળ કહેવાનારા અલૌકિકપ્રત્યક્ષ તો ઇન્દ્રિયસંયોગાદિ વિના પણ થાય છે. એમ આત્માના માનસપ્રત્યક્ષમાં મનઃસંયોગ, આત્મસમવેત(જ્ઞાનાદિ)ના પ્રત્યક્ષમાં મનઃસંયુક્તસમવાય અને આત્મસમવેતસમવેત (જ્ઞાનત્વાદિ)ના પ્રત્યક્ષમાં મનઃસંયુક્તસમવેતસમવાય એ કારણ છે. (मु.) अभावप्रत्यक्षे समवायप्रत्यक्षे चेन्द्रियसम्बद्धविशेषणता हेतुः । 'वैशेषिकमते तु समवायो न प्रत्यक्षः । यद्यपि विशेषणता नानाविधा, तथाहि - 'भूतलादौ घटाद्यभावः संयुक्तविशेषणतया गृह्यते । सङ्ख्यादौ रूपाद्यभावः संयुक्तसमवेतविशेषणतया, सङ्ख्यात्वादौ रूपाद्यभावः संयुक्तसमवेतसमवेतविशेषणतया, शब्दाभावः केवलश्रोत्रावच्छिन्नविशेषणतया, कादौ खत्वाद्यभावः श्रोत्रावच्छिन्नसमवेतविशेषणतया, एवं कत्वाद्यवच्छिन्नाभावे गत्वाभावादिकं श्रोत्रावच्छिन्नविशेषणविशेषणतया, घटाभावादौ पटाभावश्चक्षुःसंयुक्तविशेषणविशेषणतया एवमन्यत्राप्यूह्यं, तथापि विशेषणतात्वेन एकैव सा गण्यते, अन्यथा षोढा सन्निकर्ष इति प्राचां प्रवादो व्याहन्येतेति । * +V (મુ.) અભાવપ્રત્યક્ષમાં અને સમવાયપ્રત્યક્ષમાં ઇન્દ્રિયસંબદ્ધવિશેષણતા હેતુ છે. 'વૈશેષિકમતે સમવાય પ્રત્યક્ષ નથી. અહીં જો કે વિશેષણતા (સંનિકર્ષ) અનેકવિધ છે. તે આ રીતે – ભૂતલાદિ પર ઘટાદિઅભાવ સંયુક્તવિશેષણતા (સંનિકર્ષ)થી પ્રત્યક્ષ થાય છે. સંખ્યાદિમાં રૂપાદિનો અભાવ સંયુક્તસમવેતવિશેષણતાથી, સંખ્યાત્વાદિમાં રૂપાદિનો અભાવ સંયુક્તસમવેતસમવેતવિશેષણતાથી, શબ્દાભાવ કેવલશ્રોત્રાવચ્છિન્નવિશેષણતાથી, કાદિમાં ખત્વાભાવાદિ શ્રોત્રાવચ્છિન્નસમવેતવિશેષણતાથી, એમ કત્વાદિઅવચ્છિન્ન અભાવમાં ગત્વાભાવાદિ શ્રોત્રાવચ્છિન્નવિશેષણવિશેષણતાથી, ઘટાભાવાદિમાં પટાભાવ ચક્ષુસંયુક્તવિશેષણવિશેષણતાથી પ્રત્યક્ષ થાય છે. તો પણ વિશેષણતાત્વેન (આ બધી વિશેષણતાઓ) એક જ ગણાય છે. અન્યથા (જો એને જુદી જુદી ગણવામાં આવે તો) ‘ષોઢા સંનિકર્ષ’ એવો પ્રાચીનોનો પ્રવાદ હણાઈ જાય. (વિ.) (૧) વૈશેષિકો એવું માને છે કે સંબંધના જેટલા આશ્રય હોય એ બધાનું પ્રત્યક્ષ હોય તો જ સંબંધનું પ્રત્યક્ષ થાય. સમવાય તો એક-નિત્ય સંબંધ હોવાથી એના બધા આશ્રયમાં ભૂત-ભાવી પદાર્થો તેમ જ પરમાણુ વગેરે પણ આવે જેનું પ્રત્યક્ષ અસંભવિત હોવાથી સમવાયનું પણ પ્રત્યક્ષ થઈ શકતું નથી. નૈયાયિકો એવું માને છે કે સંયોગના પ્રત્યક્ષ માટે યાવદાશ્રયનું પ્રત્યક્ષ એ કારણ છે, પણ સમવાયના પ્રત્યક્ષ માટે એ કારણ નથી. તેથી યાવદાશ્રયનું પ્રત્યક્ષ ન હોવા છતાં સમવાયનું પ્રત્યક્ષ થઈ શકે છે. (૨) અત્ર યદ્યપિ... વગેરેનો અન્વય તથાપિ વિશેષળતાત્વેન ઇત્યાદિ સાથે જાણવો. તેથી અર્થ આવો થાય છે - અહીં જો કે વિશેષણતા અનેકવિધ છે તો પણ વિશેષણતાત્વન તે બધી એક જ ગણાય છે... (૩) (1) ટામાવવવું મૂર્તત્ત્વમ્ આમાં અભાવનું અધિકરણ ભૂતલ ચક્ષુસંયુક્ત છે, ને ઘટાભાવ એનું વિશેષણ છે. માટે (ચક્ષુ) સંયુક્તવિશેષણતા એ સંનિકર્ષ બનશે.

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244