________________
સન્નિકર્ષનિરૂપણ
[શંકા ઃ છતાં અન્વયવ્યભિચાર ઊભો છે. સવારે જાગ્યા ત્યારે પ્રભા થઈ ગઈ છે, આંખ નથી ખોલી. એ વખતે પ્રભા સાથે (સ્પર્શન) ઇન્દ્રિયનો સંયોગ છે ને છતાં એનું પ્રત્યક્ષ નથી થતું.]
સમાધાન : વસ્તુતસ્તુ.... તે તે ઇન્દ્રિયથી જન્ય પ્રત્યક્ષ પ્રત્યે તે તે ઇન્દ્રિયના સંનિકર્ષને કારણ માનવા રૂપે વિશેષ કાકા ભાવ માનવાથી આ આપત્તિનું વારણ થઈ જશે. અર્થાત્ દ્રવ્યના ચાક્ષુષપ્રત્યક્ષ પ્રત્યે ચક્ષુસંયોગ અને સ્પાર્શનપ્રત્યક્ષ પ્રત્યે ત્વક્સંયોગ કારણ છે. એમ દ્રવ્યસમવેતના ચાક્ષુષ પ્રત્યે ચક્ષુસંયુક્તસમવાય, રાસનપ્રત્યક્ષ પ્રત્યે રસનાસંયુક્ત સમવાય... એમ સંનિકર્ષ માનવા.
219
(मु.) 'परन्तु पृथिवीपरमाणुनीले नीलत्कं पृथिवीपरमाणौ पृथिवीत्वं च चक्षुषा कथं न गृह्यते ? तत्र परम्परयोद्भूतरूपसम्बन्धस्य महत्त्वसम्बन्धस्य च सत्त्वात् । तथाहि -नीलत्वजातिरेकैव घटनीले परमाणुनीले च वर्तते, तथा च महत्त्वसम्बन्धो घटनीलमादाय वर्तते, उद्भूतरूपसम्बन्धस्तूभयमादायैव वर्तते । `एवं पृथिवीत्वेऽपि घटादिकमादाय महत्त्वसम्बन्धो बोध्यः । एवं 'वायौ तदीयस्पर्शादौ च सत्तायाश्चाक्षुषप्रत्यक्षं स्यात् । 'तस्मादुद्भूतरूपावच्छिन्नमहत्त्वावच्छिन्नचक्षुःसंयुक्तसमवायस्य द्रव्यसमवेतचाक्षुषे, 'तादृशचक्षुः संयुक्तसमवेतसमवायस्य द्रव्यसमवेतसमवेतचाक्षुषे कारणत्वं वाच्यम् । इत्थं च परमाणुनीलादौ न नीलत्वादिग्रहः, परमाणौ चक्षुः संयोगस्य महत्त्वावच्छिन्नत्वाभावात् । 'एवं वाय्वादौ न सत्तादिचाक्षुषं, तत्र चक्षुःसंयोगस्य रूपावच्छिन्नत्वाभावात्। एवं यत्र घटस्य पृष्ठावच्छेदेनालोकसंयोगश्चक्षुः संयोगस्त्वग्रावच्छेदेन तत्र घटप्रत्यक्षाभावादालोकसंयोगावच्छिन्नत्वं चक्षुः संयोगे विशेषणं देयम् ।
(મુ.) પરંતુ પૃથ્વીપરમાણુના નીલવર્ણમાં રહેલ નીલત્વનું અને પૃથ્વી પરમાણુમાં રહેલ પૃથ્વીત્વનું ચક્ષુથી પ્રત્યક્ષ કેમ નથી થતું ? કારણ કે એ બંનેમાં પરંપરાએ ઉદ્ધૃતરૂપનો અને મહત્ત્વનો પણ સંબંધ રહેલો જ છે. તે આ રીતે-નીલત્વજાતિ ઘટનીલ અને પરમાણુનીલ એ બંનેમાં એક જ છે. એટલે મહત્ત્વનો સંબંધ ઘટનીલને લઈને અને ઉદ્ધૃતરૂપનો સંબંધ બંનેને લઈને નીલત્વમાં આવી ગયો. એમ પૃથ્વીત્વમાં પણ ઘટાદિને લઈને મહત્ત્વનો સંબંધ જાણવો. એમ વાયુમાં અને એના કૅસ્પર્શાદિમાં રહેલી સત્તાનું ચાક્ષુષ પ્રત્યક્ષ થશે. (આ બધી આપત્તિઓના વારણ માટે) પઉદ્ધૃતરૂપાવચ્છિન્નમહત્ત્વાવચ્છિન્ન ચક્ષુસંયુક્તસમવાય દ્રવ્યસમવેતના ચાક્ષુષપ્રત્યક્ષમાં અને તાદશ (=ઉદ્ધૃતરૂપાવચ્છિન્ન-મહત્ત્વાવચ્છિન્ન) ચક્ષુસંયુક્તસમવેતસમવાય દ્રવ્યસમવેતસમવેતના ચાક્ષુષ પ્રત્યક્ષમાં કારણ છે એમ માનવું જોઈએ. આમ કરવાથી પરમાણુનીલાદિમાં નીલત્વનું પ્રત્યક્ષ થવાની આપત્તિ આવશે નહીં, કારણ કે પરમાણુમાં રહેલ ચક્ષુસંયોગ મહત્ત્વાવચ્છિન્ન છે નહીં. એમ વાયુ વગેરેમાં સત્તાદિનું ચાક્ષુષ નહીં થાય, કારણ કે એમાં ચક્ષુસંયોગ રૂપાવચ્છિન્ન નથી. “એમ જ્યાં ઘડાને પાછલા ભાગમાં આલોકસંયોગ છે ને આગલા ભાગમાં ચક્ષુસંયોગ છે, ત્યાં ઘડાનું પ્રત્યક્ષ થતું ન હોવાથી ‘આલોકસંયોગાવચ્છિન્નત્વ' એવું વિશેષણ ‘ચક્ષુસંયોગ’માં લગાવવું.
(વિ.) (૧) નીલત્વ એ દ્રવ્યસમવેતસમવેત પદાર્થ છે. એના પ્રત્યક્ષ માટે ઉદ્ધૃતરૂપ અને મહત્ત્વ સ્વાશ્રયસમવેતસમવાય સંબંધથી કારણ છે. ઘડામાં જે મહત્ત્વ છે એ આ સંબંધથી, ઘટનીલગત નીલત્વમાં છે જ. હવે આ નીલત્વ ને પરમાણુનીલગતનીલત્વ કાંઈ જુદા નથી... એક જ છે. એટલે (ઘટનું) મહત્ત્વ સ્વાશ્રયસમવેતસમવાય સંબંધથી પરમાણુનીલગત નીલત્વમાં પણ છે જ. એમ ઘટમાં રહેલું કે પરમાણુમાં રહેલું ઉદ્ધૃતરૂપ પણ, સ્વાશ્રયસમવેતસમવાય સંબંધથી નીલત્વમાં છે જ. તેથી પરમાણુનીલગત નીલત્વમાં પણ આ બંને કારણ હાજર થવાથી ચાક્ષુષપ્રત્યક્ષ થવાની આપત્તિ આવે છે.
(૨) પૃથ્વીત્વ એ દ્રવ્યસમવેત પદાર્થ છે. એના પ્રત્યક્ષ માટે ઉદ્ધૃતરૂપ અને મહત્ત્વ સ્વાશ્રયસમવાય સંબંધથી કારણ છે. ઘડામાં રહેલ ઉત્કૃત૩૫ અને મહત્ત્વ સ્વાશ્રયસમવાય સંબંધથી ઘડામાં રહેલ પૃથ્વીત્વમાં છે જ. આ જ પૃથ્વીત્વ પાર્થિવપરમાણુમાં છે. માટે પરમાણુગતપૃથ્વીત્વમાં પણ આ બંનેનો સંબંધ હોવાથી એના પ્રત્યક્ષની આપત્તિ આવે એ સ્પષ્ટ છે.